________________
૩૦૨ (
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
૫. એક ઘડો દુર્ગંધ વાસિત છે, તેમાં પાણી ભરે તો એ પાણીના ગુણને બગાડે તેમ એકેક શ્રોતા મિથ્યાત્વાદિક દુર્ગંધે ક૨ી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને વિણસાડે.
૬. એક ઘડો સુગંધે ક૨ી વાસિત છે તેમાં પાણી ભરે તો ગુણને વધારે તેમ એકેક શ્રોતા સમકિતાદિક સુગંધે ક૨ી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના ગુણને દીપાવે.
૭. એક ઘડો કાચો છે તેમાં પાણી ભરે તો તે ઘડો ભીંજાઈ વિણસી જાય, તેમ એકેક શ્રોતા અલ્પ બુદ્ધિવાળાને સૂત્રાદિકનું જ્ઞાન આપતાં તે નયપ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી ભ્રષ્ટ થાય.
૮. એક ઘડો ખાલી છે તે ઉપર બુઝારૂં ઢાંકી વર્ષાકાળે નેવાં હેઠે પાણી ઝીલવા મૂક્યું પણ પાણી અંદર આવે નહિ ને તળે (નીચે) પાણી ઘણું થવાથી ઉપર તરે ને વાય૨ાદિકે ક૨ી ભીંત પ્રમુખે અથડાઈને ફૂટી જાય. તેમ એકેક શ્રોતા સદ્ગુરૂની સભામાં વ્યાખ્યાન સાંભળવા બેસે પણ ઉંઘ પ્રમુખના યોગે કરી જ્ઞાનરૂપ પાણી હૃદયમાં આવે નહિ ને ઘણી ઉંઘના પ્રભાવે ક૨ી ખોટા ડોળરૂપ વાય૨ ક૨ી અથડાય છે તો સભાથી અપમાન પ્રમુખ પામે તથા ઉંઘમાં પડવાથી પોતાના શ૨ી૨ને નુકસાન થાય. ઇતિ આઠ ઘડાના દૃષ્ટાંતરૂપ કુડગ શ્રોતાનું સ્વરૂપ. ૩. ચાલણી : એકેક શ્રોતા ચાલણી સમાન છે, ચાલણીના બે પ્રકાર. એક પ્રકાર એવો છે કે ચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સંપૂર્ણ ભ૨ી દેખાય અને ઉપાડી લઈએ ત્યા૨ે ખાલી દેખાય. તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સભામાં સાંભળવા બેસે ત્યારે વૈરાગ્યાદિ ભાવનાએ ક૨ી સંપૂર્ણ ભર્યા દેખાય અને સભામાંથી ઊઠી બહાર જાય ત્યારે વૈરાગ્ય રૂપ પાણી કિંચિત્ પણ દેખાય નહિ. એ શ્રોતા છાંડવા યોગ્ય છે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org