________________
શ્રી નવ તત્ત્વ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૭00 જોજન જઈએ ત્યારે - પાંચમો અંતરદ્વીપ આવે; તે ૭૦૦ જોજનનો લાંબો ને પહોળો છે.
ત્યાંથી ૮) જોજન જઈએ ત્યારે છ અંતરદ્વીપ આવે; તે ૮૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ૯00 જોજન જઈએ ત્યારે સાતમો અંતરદ્વીપ આવે; તે ૯૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. એમ બન્ને બાજુ સાત સાત અંતરદ્વીપ આવે, કુલ ચાર તરફ મળી ૨૮ અંતરદ્વીપ જાણવા.
આવી જ રીતે ઇરવત ક્ષેત્રની મર્યાદાનો કરણહાર શિખરી નામે પર્વત છે, તે ચુલ હિમવંત સરખો જ જાણવો. ત્યાં પણ ૨૮ અંતરદ્વીપ છે એમ સઘળા મળી કુલ પ૬ અંતરદ્વીપ જાણવા. તેને અંતરદ્વીપનાં મનુષ્ય શા માટે કહીએ ? સમુદ્રની મધ્યમાં દ્વીપોમાં રહેનારા છે માટે અંતરદ્વીપનાં મનુષ્ય કહીએ. સુખ અકર્મભૂમિના જેવું જાણવું.
૧૦૧ ક્ષેત્રનાં સંમુશ્કેિમ મનુષ્ય, ૧૦૧ ગર્ભજ મનુષ્યોની અશુચિના ૧૪ સ્થાનમાં ઉપજે છે. (તે સ્થાન પ્રતિક્રમણના ૧૪ સંમૂર્છાિમના પાઠ પ્રમાણે જાણવા.)
દેવના ૧૯૮ ભેદ કહે છે. ૧૦ ભવનપતિનાં નામ :- ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિધુતકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ વાયુ (પવન) કુમાર, ૧૦ સ્વનિતકુમાર.
૧૫ પરમાધામીનાં નામ :– ૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org