________________
ત્રેવીસ પદવી
કહ્યું.
નરકાદિ ચાર ગતિમાંથી નીકળી જીવો ત્રેવીસ પદવીમાં કેટલી ને કઈ પદવી પામે ? તેના પંદર બોલ.
૧.પહેલી નરકથી નીકળી જીવ ત્રેવીસ પદવીમાંથી સોળ પદવી પામે. તેમાં સાત એકેન્દ્રિય રત્ન નહિ.
૨. બીજી નરકથી નીકળી જીવ ત્રેવીસ પદવીમાંથી પંદર પદવી પામે. તેમાં સાત એકેન્દ્રિય રત્ન અને ચક્રવર્તી એ આઠ નહિ.
૩. ત્રીજી નરકથી નીકળી જીવ તેર પદવી પામે. તેમાં સાત એકેન્દ્રિય રત્ન, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ નહિ.
૪. ચોથી નરકથી નીકળી જીવ બાર પદવી પામે. તેમાં સાત એકેન્દ્રિય રત્ન, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, તીર્થકર નહિ.
૫. પાંચમી નરકથી નીકળી જીવ અગિયાર પદવી પામે. તેમાં ઉપરની અગિયાર ને કેવળી એ બાર નહિ.
૬. છઠ્ઠી નરકથી નીકળી જીવ દશ પદવી પામે. તેમાં ઉપરની બાર ને સાધુ એ તેર નહિ.
૭. સાતમી નરકથી નીકળી જીવ ત્રણ પદવી પામે. તે ૧ ગજ, ૨ અશ્વ અને ૩ સમકિત એ ત્રણ પામે. સમકિત પામે તો તિર્યંચમાં. પણ મનુષ્ય તો થાય જ નહિ.
૮. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષીથી નીકળી જીવ એક્વીસ પદવી પામે. તે તીર્થકર, વાસુદેવ એ બે નહિ.
૯. પહેલા, બીજા દેવલોકથી નીકળી જીવ ત્રેવીસ પદવી પામે.
૧૦. ત્રીજાથી આઠમા સુધીના દેવલોકથી નીકળી જીવ સોળ ' પદવી પામે, તેમાં સાત એકેન્દ્રિય રત્ન નહિ.
૧૧. નવમા દેવલોકથી તે નવમી રૈવેયક સુધીથી નીકળી જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org