________________
ત્રેવીસ પદવી
Dર૫૩] સાત પંચેન્દ્રિય રત્નનાં નામ : . ૧. સેનાપતિ રત્ન, ૨. ગાથાપતિ રત્ન, ૩. વાર્ષિક રત્ન, ૪. પુરોહિત રત્ન, ૫. સ્ત્રી રત્ન, ૬. ગજ રત્ન, ૭. અશ્વ રત્ન. એ ૧૪ રત્ન ચક્રવર્તીને હોય.
સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્ન એમ ૧૪ રત્ન ચક્રવતીનું જે જે કાર્ય કરે છે તે સંબંધી વિવેચન :
સાત એકેન્દ્રિય રત્ન : ૧. ચક્ર રત્ન – છ ખંડ સાધવાનો માર્ગ દેખાડે. ૨. છત્ર રત્ન - ૪૮ ગાઉ સુધી છાયા કરે. ૩. ચર્મ રત્ન - નદી વગેરે જળાશય ઉપર નાવ માફક કામ કરે. ૪. દંડ ૨7 – ગુફાના દરવાજા ઉઘાડે. ૫. ખગ રત્ન – શત્રુને હશે. ૬. મણિરત્ન – હસ્તી રત્નના કપાળ પર બાંધવાથી પ્રકાશ આપે. ૭. કાકશ્ય રત્ન – ગુફામાં યોજન યોજના અંતરે વર્તુલાકારે ઘસવાથી સૂર્યમંડળ સમાન પ્રકાશ આપે.
સાત પંચેન્દ્રિય રત્ન ઃ ૧. સેનાપતિ રત્ન – દેશ ઉપર વિજય મેળવે. ૨. ગાથાપતિ રત્ન – ચોવીસ જાતિના ધાન્ય ઉપજાવે. ૩. વાર્ષિક રત્ન – બેંતાલીસ ભૂમિના આવાસ, પૂલ વગેરે બનાવે. ૪. પુરોહિત રત્ન – વાગ્યા ઘા રૂઝવે, વિપ્ન ટાળે, શાંતિ કર્મ કરે. ધર્મ કથા સંભળાવે. ૫. સ્ત્રી રત્ન – વિષયના ઉપભોગમાં આવે. ૬. ગજ રત્ન, ૭. અશ્વ રત્ન – એ બે બેસવાને કામ આવે.
ચૌદ રત્ન ક્યાં જન્મ લે છે? ૧. ચક્ર રત્ન, ૨. છત્ર રત્ન, ૩. દંડ રત્ન, ૪. ખગ રત્ન, એ ચાર રત્ન ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય.
૧. ચર્મ રત્ન, ૨. મણિ રત્ન, ૩. કાકય રત્ન, એ ત્રણે લક્ષ્મીના ભંડારમાં ઉત્પન્ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org