________________
રિ૨૬) િ શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ નિર્લોભી થવાનો સંગ્રહ કરવો. ૯. તિતિક્ષા – બાવીસ પરિપહ અને ઉપસર્ગ સહન કરવાનો સંગ્રહ કરવો. ૧૦. આર્જવ -- સરળ, નિખાલસ સ્વભાવ રાખવાને સંગ્રહ કરવો. ૧૧. શુચિ – સત્ય સંયમ રાખવાનો સંગ્રહ કરવો. ૧૨. સમ્યગૃષ્ટિ – સમ્યકત્વ નિર્મળ રાખવાનો સંગ્રહ કરવો. ૧૩. સમાધિ - સમાધિથી રહેવાનો સંગ્રહ કરવો. ૧૪. આચારપગત – પંચ આચાર કપટ રહિત પાળવાનો સંગ્રહ કરવો. ૧૫. વિનયોપગત – વિનય કરવાનો સંગ્રહ કરવો. ૧૬. ધૃતિમતિ – ધીરજ, સંતાપ રાખવાનો સંગ્રહ કરવો. ૧૭. સંવેગ - વૈરાગ્ય રાખવાનો સંગ્રહ કરવો. ૧૮. પ્રસિધિ – શરીરને સ્થિર રાખવાનો સંગ્રહ કરવો. ૧૯. સુવિધિ - સુવિધિ, સારા અનુષ્ઠાનનો સંગ્રહ કરવો. ૨૦. સંવર –- આશ્રવ રોકવાનો સંગ્રહ કરવો. ૨૧. આત્મદોષો પસંહાર – આત્માના દોષો ટાળવાનો સંગ્રહ કરવો. ૨૨. સર્વકામ વિરક્તતા- સર્વ વિષયોથી વિમુખ રહેવાનો સંગ્રહ કરવો. ૨૩. પ્રત્યાખ્યાન-મૂલગુણ સંબંધી પ્રત્યાખ્યાન કરવાનો સંગ્રહ કરવો. ૨૪. પ્રત્યાખ્યાન – ઉત્તરગુણ સંબંધી પ્રત્યાખ્યાન કરવાનો સંગ્રહ કરવો. (દ્રવ્યથી ઉપાધિ ત્યાગ, ભાવથી ગર્વ આદિનો ત્યાગ કરવો.) ૨૫. વ્યુત્સર્ગ – દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ કાયોત્સર્ગ કરવાનો સંગ્રહ કરવો. ૨૬. અપમાદ - પ્રમાદનો ત્યાગ કરવાનો સંગ્રહ કરવો. ૨૭. લવાલવ – કાળકાળે ક્રિયા કરવાનો સંગ્રહ કરવો. ૨૮. ધ્યાનરૂપ સંવરણ યોગ – મન, વચન, કાયા રૂપ યોગોનું સંવરણ કરવું. (ધર્મધ્યાનનો સંગ્રહ કરવો.) ૨૯. મારણાંતિક ઉદય – મરણ, આતંક (રોગ) ઉપજ્ય મનને ક્ષોભ ન કરવાનો સંગ્રહ કરવો. ૩૦. સંગપરિજ્ઞાત – સ્વજનાદિકનો, પરિવહનો ત્યાગ કરવાનો સંગ્રહ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org