________________
૨૧૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પંચેન્દ્રિય સંયમ, એ નવની દયા પાળવી, ૧૦ અજીવકાય સંયમ, ૧૧ પેહા : જોઈને જમીન ઉપર બેસે, પ્રતિલેખના કરે. ૧૨ ઉપેહાઃ સંયમને વિષે જાગૃત હોય, માધ્યસ્થભાવ રાખે, ૧૩ ૫મણા : પાત્રાદિકને બરાબર પૂંજે, ૧૪ પારિઠાવણિયા : માતૃ આદિને વિધિએ ૫૨ઠે, ૧૫ મન સંયમ, ૧૬ વચન સંયમ, ૧૭ કાય સંયમ.
૧૮. અઢાર પ્રકારે બ્રહ્મચર્ય : ઔદારિક શરીર સંબંધી ભોગ ૧ મનથી, ૨ વચનથી, ૩ કાયાથી, ૧ સેવે નહિ, ૨ સેવ૨ાવે નહિ, ૩ સેવતાં પ્રતિ અનુમોદન આપે નહિ (૩×૩ =૯). એમ વૈક્રિય શ૨ી૨ સંબંધી ૯ પ્રકારે ત્યજે.
2
૧૯. ઓગણીસ પ્રકા૨ે જ્ઞાતા સૂત્રનાં અધ્યયન : ૧ ઉત્સિમ – મેઘકુમા૨નું. ૨ ધન્ના સાર્થવાહ ને વિજય ચોરનું. ૩ મયૂરના ઇંડાનું. ૪ કૂર્મનું (કાચબા). ૫ શૈલક રાજર્ષિનું. ૬ તુંબડાનું. ૭ ધન્ય સાર્થવાહ ને ચા૨ વહુનું. ૮ મલ્લી ભગવતીનું. ૯ જિનપાલ જિનરક્ષિતનું. ૧૦ ચંદ્રની કલાનું. ૧૧ દાવાનલનું. ૧૨ જિતશત્રુ રાજા ને સુબુદ્ધિ પ્રધાનનું. ૧૩ નંદમણિયારનું. ૧૪ તેતલિપુત્ર પ્રધાન ને પોટ્ટીલા – સોનાર પુત્રીનું. ૧૫ નંદિફળનું. ૧૬ અમ૨કંકાનું. ૧૭ સમુદ્ર અશ્વનું. ૧૮ સુસીમા દારિકાનું. ૧૯ પુંડરિક કુંડરિકનું. ૨૦. વીસ પ્રકારે અસમાધિ સ્થાનક : ૧ ઉતાવળે ઉતાવળે ચાલે તે. ૨ પૂંજ્યા વિના ચાલે તે. ૩ દુષ્ટ રીતે પૂંજે તે. ૪ પાટ, પાટલા, શય્યા વગેરે વધા૨ે ૨ાખે તે. ૫ રત્નાધિક (વડા) સામું બોલે તે. ૬ સ્થવિ૨, વૃદ્ધ, ગુરૂ, આચાર્યજીનો ઉપઘાત (નાશ) કરે તે. ૭ એકેન્દ્રિયાદિ જીવને શાતા, ૨સ, વિભૂષા નિમિત્તે હણે તે. ૮ ક્ષણ ક્ષણ પ્રતિ ક્રોધ કરે તે. ૯ ક્રોધમાં હંમેશાં પ્રદીપ્ત રહે તે. ૧૦ પૃષ્ટમાંસ ખાય તે. (અન્યના પાછળથી અવર્ણ, નિંદા બોલે તે.) ૧૧ નિશ્ચયવાળી
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org