________________
૨૧૪
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આસન.
અગિયારમી પ્રતિમા એક અહોરાત્રિની. પાણી વિના છઠ્ઠ ભક્ત કરે, ગામ બહાર બે પગ સંકોચી હસ્ત લાંબા કરી કાયોત્સર્ગ
કરે.
બારમી પ્રતિમા એક અહોરાત્રિની. પાણી વિના અઠ્ઠમ ભક્ત કરે. ગામ, નગર બહાર શરીર ત્યજીને અણમિલા લોચને એક પુદ્ગલ ઉપર સ્થિર દૃષ્ટિ કરી તમામ ઇન્દ્રિયો ગુપ્ત કરી બન્ને પગ એકત્ર કરી, બે હસ્ત લંબાવી દઢાસને રહે. તેવા વખતે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ થાય તે સહે. સમ્યફ પ્રકારે આરાધના થાય તો અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. જો અહિત થાય તો ઉન્માદ પામે, દીર્ઘ કાલિક રોગ થાય ને કેવળી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય. એ બાર પ્રતિમામાં કુલ મળીને આઠ માસ થાય છે.
૧૩. તેર ક્રિયાસ્થાનક: ૧. અર્થ દંડ – પોતાના માટે હિંસા કરે. ૨. અનર્થ દંડ – પરને માટે હિંસા કરે.
૩ હિંસા દંડ – તે મને હણે છે, હણ્યો હતો કે હણશે એમ સંકલ્પીને હણે.
૪. અકસ્માતુ દંડ – એકને મારવા જતાં વચમાં બીજાની હિંસા થાય.
૫. દષ્ટિવિપર્યાસ દંડ – દુશ્મન ધારીને મિત્રને હણે. ૬. મૃષાવાદ દંડ- અસત્ય બોલીને દંડ ૭. અદત્તાદાન દંડ – ચોરી કરી દંડાય. ૮. અભ્યસ્થ દંડ - મનમાં દુષ્ટ, અનિષ્ટ કલ્પનાઓ કરે. ૯. માન દંડ – અભિમાન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org