________________
૧૮૪ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
જીવ ૭ બોલમાં બંધ પાડે નહિ. ૧. નરકનું આયુષ્ય, ૨. ભવનપતિનું આયુષ્ય, ૩. તિર્યંચનું આયુષ્ય, ૪. વાણવ્યતરનું આયુષ્ય, ૫. જ્યોતિષનું આયુષ્ય, ૬. સ્ત્રીવેદ, ૭. નપુંસકવેદ. તે જીવ સમકિતના આઠ આચાર * આરાધી ચતુર્વિધ સંઘની વાત્સલ્યપૂર્વક, ઉત્સાહભેર, પરમહર્ષ ભક્તિ કરતો થકો જઘન્ય પહેલ દેવલોક ઉપજે, ઉત્. બારમે દેવલોકે ઉપજે. પન્નવણાની શાખે. પૂર્વ કર્મને ઉદયે કરીને વ્રત પચ્ચકખાણ કરી ન શકે પણ અનેક વર્ષના શ્રાવકધર્મના પાલક કહીએ. દશાશ્રુતસ્કંધે શ્રાવક કહ્યા છે તે માટે દર્શન શ્રાવકને અવિરતિ સમ્યગ્દષ્ટિ કહિએ.
પાંચમા દેશવિરતિ ગુણઠાણાનું લક્ષણ – ૭ પ્રકૃતિ પૂર્વે
સમકિત : ૧. ઉપશમ સમકિત : ૭ પ્રકૃતિનાં પ્રદેશોદય તથા વિપાકોદયને સર્વથા ઢાંકે ઉત્કૃષ્ટ અંત. સુધી. ૨. ક્ષયોપશમ સમકિત અનંતાનુબંધી કષાયનો વિસંયોજનરૂપી ક્ષય (સર્વથા નહિ), દર્શનત્રીકનો વિપાકોદય નહિ. પ્રદેશ ઉદય હોય તે. ૩. ક્ષાયિક સમકિત : ૭ પ્રકૃતિનો સર્વથા ક્ષય. ૪. સાસ્વાદન સમકિત : અનંતાનુબંધી કષાયનો વિપાકોદય તથા દર્શનત્રીકનો ઉપશમ. ૫. વેદક સમકિત : ક્ષાયિકનો પ્રથમ સમય, ક્ષયોપશમનો છેલ્લો સમય. (કર્મગ્રંથ-૩) *સમકિતના આઠ આચાર : (ઉતરાધ્યયન સૂત્ર અધ્ય. ૨૮) ૧. નિશંકિત – જિન પ્રવચનમાં કોઈપણ પ્રકારની શંકા ન કરવી. ૨. નિકાંક્ષિત – અસત્ય મતો તથા સાંસારિક સુખોની ઈચ્છા ન કરવી. ૩. નિર્વિચિકિત્સય – ધર્મનાં ફળમાં સંદેહ રહિત થવું. ૪. અમૂઢ દષ્ટિ : ઘણાં મતમતાંતરોનાં વિવાદાસ્પદ વિચારોને જોઈને દિમૂઢ ન થવું, પરંતુ પોતાની શ્રદ્ધા મજબૂત કરી રાખવી. ૫. ઉપબુહા – ગુણી પુરૂષોને જોઈને તેમની પ્રશંસા કરવી તથા પોતાનામાં એવા ગુણો આવે તેવો પ્રયત્ન કરવો. ૬. સ્થિરીકરણ – ધર્મથી વિમુખ થતાં જીવોને ધર્મમાં સ્થિર કરવા. ૭. વાત્સલ્ય - સ્વધર્મનું હિત કરવું અને સ્વધર્મીઓ પ્રત્યે પ્રેમ રાખવો, તેમની ભોજન વિ. થી ભક્તિ કરવી. ૮. પ્રભાવના - સત્ય ધર્મની પ્રભાવના, ઉન્નતિ અને પ્રચાર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org