________________
ખ્યાને લાવેલા સાથમાં તેડી જવા મુનિરાય; જાણ હતી મહારાજથી, ચાલી ન શકાય. સ્વર્ગવાસી૯ વિનતી અનેક પ્રકારથી, કરતા તે આય; પરંતુ મીયાનામાં બેસીને, મુનિ અંત્તર માંય. સ્વર્ગવાસી ૧૦ કઈ રિતે એ વાતને, સ્વિકાર ન થાય; આઠ દિવસ રોકાઈને, એહ શ્રાવક જાય. સ્વર્ગવાસી ૧૧ સમતા પૂર્વક સ્થિરતા, કરિ રહેતા આંય; દુર્લભ” સમય વિચારતા, વૃદ્ધિચંદ મુનિરાય સ્વર્ગવાસી ૧૨
ઢાળ-ત્રીજી
( જગજીવન જગવાલ –એ રાગ છે વૃદ્ધિચંદ મુનિ પ્રતિબોધથી, ભાવનગર મોજાર લાલરે; ઓગણી છેતાળીશમાં, કાર્યો થયા શ્રીકાર લાલરે. વૃદ્ધિચંદ૦ ૧
(એ આંકણી) રાગ પદ્રવ શાન્તિ થવા, શાન્તિ અનાવ ભણાય લાલરે; રચના પાવાપુરીની, કાર્તિક માસમાં થાય લાલરે. વૃદ્ધિચંદ ૨ મૃગશર અને વૈશાકમાં, દિક્ષા મહેચ્છા થાય લાલરે શ્રાવકે ત્રણ એહુ માસમાં, દિક્ષા લેતાં આય લાલરે. વૃદ્ધિચંદ ૩ ગેડીજી પારશ્વનાથના, પાછલા ભાગની માંય લાલરે; દેરાસર નવું બાંધતા, તાસ પ્રતિષ્ઠા થાય લાલ રે. વૃદ્ધિચંદ૦ ૪. મુળ નાયક સ્થાપન કર્યા, શ્રી શ્રેયાંસ જિનરાય લાલ રે; શ્રાવણ વદી એકમ દિવે, શ્રેષ્ઠ મહોત્સવ થાય લાલ રે. વૃદ્ધિચંદ. ૫ સારી ઉપજ એહ કાર્યની, જિનમન્દિરમાં થાય લાલ રે; પ્રતિષ્ઠા મહોચ્છવ ઉપરે, સ્નાત્ર અષ્ટોત્રી ભય લાલ રે. વૃદ્ધિચંદ૦ ૬ દાદાસાહેબની વાડીમાં, જિનમન્દિરને કાજ લાલ રે; યાત્રા સ્થાનક સદૃશ થવા, અભિલાષી મહારાજ લાલરે. વૃદ્ધિચંદ૦ ૭ અનુસરી એહ વિચારને, શંઘ તરફથી આંય લાલ રે; દેરાસરજી બાંધવા, ખાતમુહુર્ત નાસ થાય લાલ રે વૃદ્ધિચંદ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org