________________
[ ૭૦ ] હાંરે મારે ઉજવળ પરિણતી આખર સુધી કળાયજે, દ્રષ્ટાંત્ત અવરને ધરવા જેવું દિલ મહિરે લેલ. હાંરે મારે સાંભળી વૃદ્ધિચંદ મુનિ પણ દિલગીર થાય, પંચત્વ ખબર એહ ભાવનગર માંહે જતારે લોલ હરે મારે રક્ત વાત વ્યાધિ ગણું શરિર જણાયજે, ચાતુર્માસ એ સાલનું સંપૂરણ થતારે લેલ. હાંરે મારે ઉછળી આવ્યું જેથી વ્યાધિ એ જે, પ્રાગ અનેક પ્રકાર તણું ખાલી ગયા રે લોલ; હરે મારે અસર વિશેષ પગ તળીયે કરતો જેહજો, ગમન ક્રિયા માંહે ગણું બંધ તદન્ન થયા રે લોલ. હાંરે મારે જેર વિશેષ મૃગશર માસે વરતાય, વૃદ્ધિચંદજી મુનિ ખબર નિરંતર મેળવે રે લોલ, હરે મારે વ્યાધિ સમ્યા બદલે વૃદ્ધિ સંભળાયજે, ઉદ્વિગ્ન રહે શક્તિ નહિં પહોંચવા એહવે રે લોલ. હાંરે મારે વૈદ ડોકટરની સગવડ પુરી ન જ્યાંય, વિચાર્યું ગણુજી મહારાજને લાવવારે લોલ, હાંરે મારે કહેતા શ્રાવકને વૃદ્ધિચંદ મુનિરાય, વિનતી ત્યાં જઈ કરતા શ્રાવકે આવવારે લેલ. હાંરે મારે અવર કઈ પ્રકારે ન લાવી શકાય, કરિ સગવડ મીયાનાની અહિં લાવતા રે લોલ; હરે મારે વૈયાવચ્ચમાં વૃદ્ધિચંદજી મુનિરાય, અખંડ પણે તત્પર કાયમ રહેતા હતારે લોલ. હારે મારે કર્યા અનેક પ્રકારે ઉપાય આંય, શાન્તિ થઈ નહિં વ્યાધિમાં વૃદ્ધિ થતારે લોલ; હાંરે મારે બાહ્ય અત્યંતર થાવા સમાધિ કાંય, ખામી ન રાખી લહિ ઉપાયે ચાંપતા રે લોલ.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org