________________
[ ૭૫ ] અથ ષષ્ટમ પરિછેદ.
(દોહરો) શાન્તિ જીનેશ્વર પ્રણમીયે, શાન્તિ તણું દાતાર, વૃદ્ધિચંદ મુનિશ્વર થયા, શાસનના શિણગાર. ૧
ઢાળ-પહેલી.
( હારે મારે ઠામ ધરમના સાડી પચ્ચીશ દેશ જે....એ રાગ) હાંરે મારે મુળચંદજી ગણી બે દિવસ રહિ આંય, શંઘ સહિત ચાલ્યા સિદ્ધાચળ ભેટવા રે લોલ; હારે મારે વૃદ્ધિચંદજી મુનિ અતિશય અંતર માંય, ઉત્કંઠા ધરતા સાથે તીરથ જવારે લોલ; (એ આંકણું) ૧ હાંરે મારે શક્તિ અભાવે જઈ ન શક્યા મહારાજજે, ગણજી નિજ પરિવારે સિદ્ધગિરિ પહોંચતાં રે લોલ; હાંરે મારે શંઘ સહિત ભેટ્યા તિર્થાધિરાજજે, ચાતુર્માસની શિષ્ય સહિત કરિ સ્થિરતા રે લેલ. હરે મારે શંઘ કરિ યાત્રા નિજ સ્થાનક જાય, ગણી શિષ્ય મુનિ દેવ વિજય નામે અહિં રે લોલ, હાંરે મારે કાળ ધર્મ ચેમાસે તે મુનિરાય, પૂર્ણ સમાધિ પણે પામ્યા આશ્વિન મહિં રે લોલ, હાંરે મારે બહુ વિચક્ષણ વાદ વિવાદમાં એહ જે, શાસ્ત્રાભ્યાસ કરેલ તીવ્ર બુદ્ધિ વગેરે લોલ; હાંરે મારે પાંચ છ દ્રવ્યજ વાપરતા નિત્યજે હજે, તજી નહિં દ્રઢતા વ્યાધિ શરિર આવી પડયેરે લોલ. હાંરે મારે પુર્ણ પ્રતાપી નીવડત એ મુનિરાય, પ્રશસ નિય સમાધિ અંત સમય રહિરે લેલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org