________________
[ પ૮] અધ્યાતમ કલ્પદ્રુમાદિ વાંચતા એહ, શુદ્ધ માર્ગ ખપી થઈ આવેલા ગુણગેડ. વડિદિક્ષા અવસર એહને બુટેરાય, વૃદ્ધિચંદ મુનિના શિષ્ય નિમતા આય; નામ સ્થાપતા એહનું ગંભિરવિજય મુનિરાય, એ ચરિત્ર નાયકના શિષ્ય પ્રતાપી થાય. આવ્યા ચરિત્ર નાયક આ વખતે અમદાવાદ, ચાલે પાલીતાણાના નૃપ સામે ફરીયાદ રાજકોટના પોલિટિકલ એજંટની પાસ, એહ તીર્થ સબંધના કામે રહ્યા અહિં ખાસ. શાસ્ત્રીય પૂરાવા શોધી આપતા આંય, ચેમાસુ એ સાલનું એહ નિમિત્ત થાય; કાર્યવાહક પ્રતિ શે હિમ્મત અતિ મુનિરાય, બળ ક્ષીણ કરતા મત શાન્તિસાગરને આય. ઓગણી બત્રીશમાં વૃદ્ધિચંદજી મુનિરાય, લાઠીદડ પર થઈ વળા મુકામે જાય; પૂર્વોક્ત ભૂમિનું સ્મરણ કરે મુનિ આંય, ભદ્રિક પરિણામી શ્રાવકે આય કળાય. સુધારવા લાયક ક્ષેત્ર જોઈ મુનિરાય, ભાવનગર ઉપર થઈ સિદ્ધક્ષેત્રમાં જાય;. ચોમાસુ એ સાલનું તીર્થ ભૂમિમાં થાય, જૈનશાળા સ્થપાવતા એહ વખતમાં આંય. એગ સે તેત્રીશ, ત્રીશ, પાંત્રીશ માંય, કરે ચાતુર્માસ એ ભાવનગર મુનિરાય; અવલોકન કરતા શાસ્ત્ર અનેક રહિ આંય, સવિશેષ જ્ઞાન અનુભવ સંપાદન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org