________________
૧૧
[ 1 ] ઓગણ સોળે સહુ આવ્યા સિધ્ધગિરિરાય, આગ્રહથી સરવે ભાવનગરમાં જાય; ફરી આવી ભેટયા શંઘ સહિત ગિરિરાય, રાજનગર ગુરૂજી મુળચંદજી સહજાય. ભાવનગર અહિંથી વૃદ્ધિચંદજી મુનિ જાય, મણુવિજય પન્યાસજી દયાવિમળ આય; આવ્યા એ સાલે સાથે ચોમાસુ થાય, પછી યાત્રા કરીને રાજનગર મુનિ જાય. પહોંચ્યા અગાઉ કરે અહિંથી ગુરૂજી વિહાર, પંજાબ ભણું ગ્યા મળ્યા નહિં તે વાર;
વ્યાધિ ગ્રસ્ત શરીર પણ સ્થિર રહેવા ન ચહાય, રાજનગર માંહે હવે વૃદ્ધિચંદજી મુનિરાય. પ્રતિબંધ આપતા અસર તુર્ત થઈ જાય, મગનભાઈ કરમચંદ દલપતભાઈ ભગુભાય; પ્રેમાભાઈ શેઠ કરે પુષ્કળ દ્રવ્ય વ્યય આંય, શુભ મારગમાંહે ધર્મ રાગ દ્રઢ થાય. શંઘ સહિત કેશરીયા વિનતી કરિ મુનિરાય, મગનભાઈ કરમચંદ અહિંથી તેડી જાય; તારંગા આદિ ભેટી પાછા આવતા આંય, સતરથી વિશ સુધી ચાર ચેમાસા થાય. એગણું એકવીશમાં દલપતભાઈ ભગુભાય, વિનતી કરિ સાથે વૃદ્ધિચંદજી મુનિરાય; શંઘ સહિત આવતા ભેટવા સિદ્ધગિરિરાય, દ્રવ્ય વય સુમારે એંશી હજાર થાય. ચોમાસુ એ સાલનું વૃદ્ધિચંદજી મુનિરાય, કરે ભાવનગરમાં શેઠ સ્વ સ્થાનકે જાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org