SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [ 3 ] બહુ વરણે અહિં ગુરૂ મહારાજને ભેટતા રોમાંચિત્ત અતિ થાય. - મુનિશ્વર૦ સ૦ ૩ ગુજરાત તરફ આવે સહુસાથમાં, અહિંથી વિચરતા મુનિરાય, મુનિશ્વર, માર્ગમાંથી આબુજી તીર્થની યાત્રા અતિઆનંદે થાય. | મુનિશ્વર સ. ૪ મુક્તિ અપૂર્વ અપૂર્વ કારિગીરી, જિન મન્દિર જેતા ભવ્ય; મુનિશ્વર, વિમળશા, વસ્તુ પાળાદિએ, ખર અહિંયા અઢળક દ્રવ્ય. મુનિશ્વર. સ. ૫ થયું સમરણ તે મહાન નરેત, જિન દરિસને મુનિને આંય; મુનિશ્વર. અનુક્રમે અહિથી મુનિવર વિચરતા, રાજનગરમાં જાય. * * * મુનિશ્વર. સ. ૬ ગુરૂમહારાજ સાથે આ વર્ષમાં, ચેમાસું અહિં આગળ થાય; મુનિશ્વર. પાલિતાણે દર્શન વિજ્યમુનિ, મોકલે ચોમાસુ ગુરૂરાય. મુનિશ્વર. સ૦૭ કરે અહિં અટકાયત વ્યાખ્યાનની, યતિઓરાગી અવર સમુદાય મુનિશ્વર. આ વખતે જુઓ સિધ્ધક્ષેત્રમાં, અન્યાયનું જોર અતિ દેખાય. * મુનિશ્વર. સ. ૮ ગુરૂમહારાજજી અમદાવાદથી, વ્યાજબી થવા લખાવે આંય; મુનિશ્વર. પત્ર ભલામણના એ રાજ્યના, અધિકારી વર્ગો પર જાય. મુનિશ્વર. સ. ૯ જેથી હાર થઈ અનિતી તણું, આખરે નીભાવી ન શકાય; મુનિર. પરિણામે વ્યાખ્યાન શરૂ થયું, ઉપગાર અતિ શય થાય. મુનિશ્વર. સ. ૧૦ રાજનગર ચોમાસું વિતાવતા, અહિંથી વિચરતા મુનિરાય; મુનિશ્વર. સ્થળે સ્થળે ભવ્ય જીવ પ્રતિ બેધતા, આવ્યા લિંબડીમાં ગુરૂરાય. મુનિશ્વર. સ. ૧૧ તાડપત્ર કાગળ ઉપર ઘણ, પ્રાચિન પુસ્તકે આવાર; મુનિશ્વર. સારી સ્થિતિમાં અહિંયા દેખતા; પ્રાચિન પુસ્તક ભંડાર. મુનિશ્વર.સ ૧૨ સંતોષ પામ્યા અતિશય જોઈને, સારે સંગ્રહ તે ગુરૂરાય; મુo ચોમાસુ એગણી અઠ્ઠાવીયે, વૃદ્ધિચંદ મુનિ કરે આય. મુ. સ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy