________________
સ૦ ૨
[૩૦] ભાવનગરથી અહિંકને રે, આવેલા ગુરૂરાય સલુણા; દેવગુરૂ સહ વંદતા રે, આનંદિત્ત અતિ થાય. ચાતુર્માસ નજીકનારે, ક્ષેત્રે રહ્યા મુનિરાય સલુણા; ચોમાસું પુરૂં થતા રે, ઘણું કરિ સિદ્ધ ગિરિજાય. સ. ૩ શ્રાવકવર્ગ તે ગામને રે, ભેટવા સિદ્ધગિરિરાય સલુણા; બનતા સુધિ મુનિ સાથમાં રે, સંઘ કાઢીને જાય. સ ૪ પ્રવર્તન એવું આ બાજુમાં રે, બહુ વર્ષોથી જણાય સલુણા; ભાવનગરના શ્રાવકે રે, તેડી જવા ગુરૂરાય.
સ૦ ૫ આગ્રહ અતિ કરતા અહિં રે. શિખ્ય સહિત ગુરૂ જાય સલુણા શંઘ સહિત ફરી તુર્તમાં રે, આવી ભેટયા ગિરિરાય. સ. ૬ મુળચંદજી મુનિ સાથમાં રે, રાજનગર ગુરૂ જાય સલુણા; ભાવનગર અહિંથી ગયા રે, વૃદ્ધિચંદજી મુનિરાય. સ. ૭ મણ વિજય, દયા વિમળજી રે, આવ્યા પન્યાસે આંય સલુણા
માસું તસ સાથમાં રે, ઓગણી સેળનું થાય. સ. ૮ ચોમાસે અહિં એક સાધવી રે, ઉઠાવે તકરાર સલુણા; વ્યાખ્યાન વાંચવા કારણે રે, ચાલી શકયું ન લગાર. સ. ૯ સુખ શાંતિ પૂર્વક કરિ રે, ચોમાસુ પુરણ આંય સલુણા; પાલીતાણે યાત્રા કરી રે, રાજનગર મુનિ જાય. સ. ૧૦ પંજાબ ભણું ગુરૂરાયને રે, પહોચ્યા અગાઉ વિહાર સલુણા; થાતા સમાગમને થયો રે, અહિંયા કને તે વાર. સવ ૧૧ ઓગણી સત્તરે આવતા રે, રાજનગર તે વાર સલુણ; સર્વ કુટુમ્બ હેમાભાઈનું રે, રાગી થયેલ અપાર. સ. ૧૨ વ્યાધિગ્રસ્ત કોમળ હતું રે, વૃદ્ધિચંદજીનું શરીર સલુણા; તે પણ એકજ સ્થાનકે રે, રહેવા ન ધારે સ્થિર. સ૧૩ નિત્ય પરિચિત્ત ભક્તથી રે, રાગ દશા બંધાય સલુણ; થાય પ્રતિબંધ ગ્રહસ્થને રે, શરિર પ્રમાદિ થાય. સ. ૧૪ ઓછી અસર ઉપદેશની રે, ક્રિયા શિથિલતા થાય સલુણા; નવા નવા વિદ્વાનને રે, પરિચય વિમુખ જણાય. સ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org