________________
[૨૯] કેટલાએક શ્રાવક કરે ભક્તિ, હિને તેહથી ડરતા; તેડી ગયા આગ્રહ કરિ મુનિને, મુશ્કેલી પડી ઉતરતા રે. પ્રાણી. ૧૦ ગ્રહસ્થ મુકામે ઉતરતા મુનિશ્વર, એ અડચણ દૂર જાવે; શુદ્ધ ગુરૂ તવનો બોધ એ કરશે, ઈમ દલીચંદ મન આવે રે. પ્રા. ૧૧ માનશે કેણ પછી અહિં અમને, એ શંકા મન ધરતા; નથી અધિકાર વ્યાખ્યાનને મુનિને, એમ મના અહિં કરતાં. પ્રા. ૧૨ અમે વિદ્યમાન છતા બીજાને, વાંચવા શું અધિકાર પ્રારંભમાં અભિમાને શ્રાવકને, અટકાવતા તે વાર રે. પ્રાણી૧૩ સાચ આગળ કહે જુઠને કેટલે, વખત નિભાવી શકાય; પંચમહાવૃત્ત ધારી ગુરૂ છતા, ભ્રષ્ટથી કેમ વંચાય છે. પ્રાણી. ૧૪ મુગ્ધ શ્રાવકને દષ્ટિ રાગથી, અજ્ઞાને લય લાગી, પણ મુનિરાજ વિહાર પ્રકાશે, કુમતિ તિમિર ગયું ભાગી રે. પ્રા. ૧૫ સંખ્યા ૯૫ સંવેગી મુનિની, ક્ષેત્ર પણ રહે ખાલી; એટલે ઘણે ઠેકાણે ફાવવા, યતિઓ થતા ભાગ્યશાળી રે. પ્રાણી૧૬ કરિ બુટેરાય મુનિ પરિવારે, શુદ્ધ ધર્મ ઓળખાણું; એટલે ધરિ ઈર્ષા તેહનાપ્રતિ, કરતા યતિ રોકાણ રે. પ્રાણું૦ ૧૭ સંવેગ પક્ષના રાગી શ્રાવક, આગળ તેહનું ન ફાવ્યું, રદ કરિને દલિચંદ અટકાયત, વ્યાખ્યાન અહિં વંચાવ્યું છે. પ્રારા ૧૮ શ્રી ઉપાસને દશાંગ સૂત્રને, વાંચતા અહિં મુનિરાય, ધીમે ધીમે ફર્યું વલણ લેકોનું, નાસીપાસ યત થાય રે. પ્રા. ૧૯ સુબાધિકા ધારી લહિ અહિયા, પર્યુષણે વંચાય; સંવેગી મુનિ પરિચયે અહિંનો, શંઘ હર્ષિત અતિ થાય રે. પ્રા. ૨૦ ખપી સાચાના સર્વજન પણ ઓળખવા મુશ્કેલ “દુર્લભ”પંચમ કાળમાં એહવે, ગન મળી રહેલ છે. પ્રા. ૨૧
ઢાળ ત્રીજ. ( ભરતની પાટે ભૂપતિ રે..................એ રામ ) ચાતુર્માસ પૂરણ થતા રે, વૃદ્ધિચંદજી મુનિરાય સલુણા; શંઘ સહિત ગેધા થકી રે, સિતાચળ ગિરિજાય. સ. (એ આક) ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org