________________
[ ૨૨ ] વડિદિક્ષા વિગેરે, ઉપધ્યાન યોગાદિ આંય, મુનિ એહ કરાવતા, યેગ વહે બુટેરાય; શિષ્યા સંગાથે, પામી તાસ પસાય, વડિ દિક્ષા અવસર, એગ પૂરણ થયે થાય. એહિજ સંપદ્રાયના, મણુવિજય પન્યાસ, ભદ્રિક પરકતિએ, શાન્ત સ્વભાવી ખાસ; ગુણયુક્ત દેખતા, તેહને બુટેરાય, દિક્ષા તસ પાસે, લેવા જણાવે આંય. હેમાભાઈ વિગેરે, પસંદ કરે એ વિચાર, ઓગણસો બારમાં, વડિ દિક્ષા અધિકાર; શંઘ ચતુવિધ શાખે, રાજનગરમાં થાય, બુટેરાયનું નામ ત્યાં, બુદ્ધિવિજ્ય નિમાય. મણુવિજય શિષ્ય શ્યા, બુદ્ધિવિજય મુનિરાય, મુળચંદજી નામને, મુકિતવિજય નિમાય; વૃદ્ધિચંદ નામ અહિં, વૃદ્ધિવિજયજી થાય, બુદ્ધિવિજયના શિષ્ય, બેઈ નીમે ગુરૂરાય. ગુરૂ શિષ્યપણાના, નામની સ્થાપના થાય, પછી ઉજમબાઈની, ધર્મશાળામાં જાય; અનુજ્ઞા વ્યાખ્યાનની, વેગ વહન પછી થાય, આજ્ઞાનુયાયી શ્રાવક, તાસ વખાણે જાય. ત્રણે મુનિરાજે, ચાર્તુમાસ રહે આંય, ઓગણીસેતેરમાં, મુક્તિવિજયજી જાય; સિદ્ધક્ષેત્ર થઈને, ભાવનગર મેજાર, રહ્યા વૃદ્ધિવિજ્ય ગુરૂ, રાજનગર આવાર. બીજી ચંદ્રિકાની, આવૃત્તિનો અભ્યાસ, વૃદ્ધિચંદ મુનિ કરે, હરનારાયણ પાસ; ઘે એક શ્રાવકને, દિક્ષા મુનિ બુટેરાય, નામ સ્થાપતા તેહનું, પુન્યવિજય મુનિરાય.
૧૫
Sા
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org