________________
( ૧૧૪ ] પ્રઢ કાર્ય કરી તે સાથે નામ જોડાય, ભાવનગર શંખને ઈચ્છા આખર થાય; મીટીંગ ભરતા રૂપીયા પાંચ હજાર, થતા એક કલાકમાં થાય ઠરાવ તે વાર. જેડી નામ મહારાજનું માસ વૈશાક મજાર, જૈન વિદ્યાશાળા કરિ સ્થાપન તે વાર; શુદી ત્રીજે આડંબરે કાર્ય શુભ એ થાય, ચું આખર કાર્ય એ વ્યાધિ વિશેષે જણાય. સર્વ મુનિ મંડળમાં દુર્લભવિજય મુનિરાય, શ્રાવક અમરચંદ વેરા, કુંવરજી ભાય; છોડી કાર્ય સકળને ગુરૂસેવામાં આંય, અહર્નિશ રહ્યા તત્પર આખર સમય કળાય. સંભળાવે, સાંભળે પ્રકરણ આદિ ગુરૂરાય. કેઈક ગાથાના અર્થ સમજાવતા જાય; વ્યથા કારક વ્યાધિ પણ ઉપસિમ રસમાં ન્હાય; વૈશાક સુદ સાતમે શ્વાસ વિશે જણાય. સાધુ સાધ્વી ઠાણા પચ્ચા મળેલા આંય, કેઈક ગામના આવેલ શ્રાવક ભાય; એહિજ રાત્રીના સાડા નવ જ્યાં થાય, અરિહંત, સિદ્ધ, સાહ, ઉશ્ચરતા ગુરૂરાય. ધરિ પૂર્ણ સમાધિ આખર સમયે એહ. અશુચિ ભંડાર રૂપ ત્યાગે માનવદેહ, સ્વર્ગવાસી ગુરૂ થતા ખબર તુર્ત ફેલાય, શંઘ સકળ અવર પણ અતિશય દિલગિર થાય.
૧૦
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org