________________
[ ૯૯ ] હારે મારે હકિકત જન્મ સમયથી માંડી તમામ, ખુદ મહારાજશ્રીને જ પુછીને જાણવા રે લોલ; હારે મારે જરૂર રહિ પણ બે અણુ એહ કામ, શક્તિ થયેલ પ્રથમ કમિ ગુરૂની બલવા રે લોલ, હરે મારે બીજું એહ સંબંધે ગુરૂજી વિચાર, જરૂર ન ધારે નિજ ચરિત્ર લખાવવા રે લોલ; હારે મારે સહજ સ્વભાવે પ્રારંભે તે વાર, લાગ્યા જાણવા માત્ર ઉમેદ બતાવવા રે લોલ. હાંરે મારે વ્યતિત હકિકત પુછવા માંડતા તેહ જે, ધિમે ધિમે દિન દિન્ન એહ કામ ચલાવતા રે લોલ, હરે મારે આશય પુછવાને સમજી ગુણ ગેહજો, ઈચ્છા કમિ કરિ હકિકત એને જણાવતા રે લોલ. હરે મારે તે સાથે મંદ શક્તિ શરિરની થાય, વ્યાધિ પ્રબળતા વડે અહિં ગુરૂ મહારાજની રે લોલ, હાંરે મારે કોઈ અપૂર્ણતા રહેલ ચરિત્ર જણાય, ખામી રહે ઉપરોકત કારણ શુભ કાજની રે લોલ, હાંરે મારે અતિ શકિત ભરેલ ચરિત્ર લખાય, કેટલા એક મનુષ્ય ઈચ્છા રાખતા રે લોલ; હાંરે મારે હરેક પ્રકારે ખ્યાતિ પોતાની હાય, એજ ધારણું અંતર કાયમ ધારતા રે લોલ. હારે મારે અપૂર્વ નિરાભિમાન દશા ગુરૂરાય, ધરતા ઉપરના કારણે બેઉ તપાસતા રે લોલ; હાંરે મારે નરમ વિશેષ દિન્ન ભિન્ન થાતા ગુરૂ કાજે, જાગૃતિ ઉપગે તિમતિમ વધારતા રે લોલ. હાંરે મારે મનથી અનુભવ જ્ઞાન મેળવતા જેહ, અધ્યાત્મ સ્વરૂપ વિચારણા લક્ષ વધારતા રે લોલ; * કાય–શરિર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org