________________
પ્રબંધ ચિંતામણી બેલતે સાંભળીને રાત પૂરી થયા પછી સવારે તેને બેલાવીને “તમે બાકીની રાતમાં અતિ ટાઢની પીડા કેવી રીતે સહન કરી ?” એમ રાતમાં કહેલોક સંભળાવીને રાજાએ પૂછયું ત્યારે તેણે જવાબ આપ્યો કે હે સ્વામી, “ત્રણ જાડાં કપડાંના બળથી હું ટાઢ સહન કરું ” ત્યારે રાજાએ ફરી પૂછયું કે “એ તારાં ત્રણ કપડાં શું છે ?” એટલે તેણે જવાબ આપ્યો કે –
(૨૪) રાતે ગોઠણ, દિવસે સૂરજ, અને બેય સંધ્યા વખતે અગ્નિ, આ રીતે હે રાજા મેં ગોઠણુ, સૂર્ય અને અગ્નિથી ટાઠ ઉડાડી.
તેણે ઉપર પ્રમાણે કહ્યું એટલે રાજાએ ત્રણ લાખ આપીને તેને સંતુષ્ટ કર્યો.
(૨૫) તમે હાલમાં જન્મ ધરીને ત્યાગના માર્ગથી સંપુરૂષોના ચિત્તરૂપી કેદખાનામાંથી બલિ, કર્ણ વગેરેને છોડાવ્યા છે. ( મતલબકે સત્પરૂષના મનમાં આજસુધી બલિ કર્ણ વગેરેનું જ દાતા તરીકે સ્થાન હતું તે હવે તમે લીધું છે.)
આ પ્રમાણે સરસ્વતીની પ્રસાદીવાળા ઉતારના વેગવાળે એને જોઈને તેનું પારિતોષિક આપવામાં પિતાને અસમર્થ ગણીને રાજાએ તેને રોકીને પાછી વાળ્ય.
૧૦ એક વખત રાજા સ્વારીમાં હાથી ઉપર બેસીને શહેરમાં ફરતે હતું. ત્યાં કોઈક દરિદ્રને જમીન ઉપરથી દાણા વીણત જોઈને તે અપૅકવિ ૧૨(રાજા)એ નીચેને અર્ધો લેક કલ્યો.
(ર૬) પિતાનું પેટ ભરવાને પણ જેઓ અશક્ત છે, તેઓના જન્મવાથી શું ?
તેના જવાબમાં તે દરિદ્ર કહ્યું–જેઓ સમર્થ હોવા છતાં પરોપકાર કરતા નથી તેઓના જન્મવાથી પણ શું ફળ છે ?
(૨૭) વળી રાજાએ કહ્યું–બીજાઓ પાસે માગવામાં પ્રવૃત્તિવાળા માણસને હે માતા, જન્માવીશ માં.
ઉપરના રાજાના વાક્યને તેણે નીચે પ્રમાણે જવાબ આપ્યો
૧૨ ભોજ રાજાને મેરૂતુંગ અર્ધ કવિ શા માટે કહે છે તે બરાબર સમજાતું નથી, ટેનીએ અર્ધવિના ને ઠેકાણે લાઈવિતા પાઠ કહે છે પણ પૂવટું શબ્દ છે તેથી એ પાઠ કલ્પના સાચી નથી લાગતી. પણ આ રીતે સમસ્યા પૂર્તિ માટે કવિતાના એક બે પદ રચી શકે તે અર્ધ કવિ એમ મતલબ લાગે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org