________________
પ્રકાશ બીજો ભેજ અને ભીમના પ્રબળે હવે જે વખતે માળવામાં ભોજ રાજા રાજ્ય કરતા હતા તે વખતે આ ગુજરાત દેશમાં ચૌલુક્ય કુળના રાજા ભીમ રાજ્ય કરતા હતા.
એક વખત પાછલી રાતના ભોજ રાજાએ લક્ષ્મીની ચંચલતાને તથા પાણીના તરંગ જેવા પિતાના જીવનને પિતાના મનમાં વિચાર કરીને પ્રાત:કૃત્ય કર્યા પછી દાનમંડપમાં નેકર પાસે માગણને બેલાવી જેમ આવ્યું તેમ સુવર્ણના ટકે આપવા માંડ્યા.
પછી રોહક નામના તેના મહામાત્યે કેશ ખાલી થઈ જશે એ કારણથી ભેજના ઉદારતારૂપી ગુણને દેષ માનીને, બીજે રીતે તે એ (દાનને પ્રવાહ) રોકી શકે એમ ન હોવાથી, સામાન્ય દરબાર ખલાસ થયા પછી સભાના ભાટીઆમાં
(૧) આપત્તિ માટે લક્ષ્મીને સાચવવી
એ પ્રમાણે ખડીથી લખ્યું, સવારે 5 વખતે એ અક્ષરે જોઇને, કોણે લખ્યું છે એ કઈ સેવકે ન કહ્યું ત્યારે રાજાએ જવાબમાં લખ્યું કે –
લક્ષ્મીવાળાને આપત્તિ કયાંથી આવે ? વખતે દૈવને કોપ થાય ! એ રીતે સ્ત્રીએ લખ્યા પછી તે જોઈને રાજાએ લખ્યું કે – તે સાચવેલું પણ નાશ પામે.
ઉપર પ્રમાણે લખેલું જોઈને તે સચિવે રાજા પાસે માફી માગી લઈને પિતે લખેલું હતું એમ જાહેર કરી દીધું. પછી (રાજાએ કહ્યું ) ૨પાંચસો પંડિતે પણ મારા મનરૂપી હાથીને વશ રાખવા સમર્થ નથી. મહામાત્ય જેવા યથાયોગ્ય ગરાશ ખાય છે. વળી તમારી) પેચીમાં (મું) નીચેની ચાર આર્યાઓ કોતરાવી છે –
(૨) જ્યાં સુધી સ્વભાવથી ચળ એવી આ સંપત્તિ છે ત્યાં સુધી ઉપકાર કરવાને આ અવસર છે. ચોક્કસ આવવાની વિપત્તિ જ્યારે આવશે ત્યારે તે ઉપકાર કરવાનો અવસર કયાંથી મળશે?
૧ ટંક એ સીક્કા વાચક સામાન્ય શબ્દ છે.
૨ મૂળમાં આ બે ચ વાકય અસ્પષ્ટ છે, કદાચ કોઈ પણ હસ્તપ્રતમાં સાચે પાઠ જળવાઈ રહ્યો નથી, મતલબ ઉપર નીચેના સંબંધથી કંઈક સમજાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org