________________
ગુજરાજ પ્રાધ
(૪૦) ૧૦૩š યંત્ર ( રેંટીયા ), તું રડમાં, મને તે માત્ર કટાક્ષ મારીને આણે ભમાવ્યા છે, પણ ( તને ) હાથથી ખેંચે ત્યારે તે વાત જ શી ? (૪૧) જે પુદ્ધિ પછી ઉપજે છે તે બુદ્ધિ જો વ્હેલાં મુંજ કહે છે, હે મૃણાલવતી ! કાઈ દુઃખ ન વેઠે.
ઉપજે તે,
(૪૨) યશના પુંજપ, હાથીના સ્વામી, અવન્તીના રાજા અને સરસ્વતીના નિવાસરૂપ એવા જે મુંજ હેલાં કૃતકૃત્ય હતા, તેને કર્ણાટકના રાજાએ પેાતાના પ્રધાનની બુદ્ધિની મદદથી જ પકડી લીધા અને પછી શૂળી ઉપર ચડાવ્યા. ખરેખર કર્મની ગતિ વિષમ છે.
(૪૩) ઇંદ્રના મિત્ર અને યજ્ઞપુરૂષના તેજરૂપી અંશ (રામ વગેરે ) ને જન્મ આપનાર, જે દશરથ તે દીકરાના વિરહ દુઃખથી પથારીમાં મરી ગયા અને ગરમ તેલની કાઠીમાં રાખી મુકેલા તેના શરીરને અગ્નિસંસ્કાર પણ લાંબે વખતે થયેા. ખરેખર કર્મની ગતિ વિષમ છે.
(૪૪) હું દ્રવ્યથી અંધ મૂઢ ! તું દુઃખમાં પડેલાની હાંસી શું કરે છે ? લક્ષ્મી સ્થિર ન હેાય એમાં આશ્ચર્ય શું છે ? શું તુ પાણીના રેંટમાં ખાલી ધડા ભરાય છે અને ભરેલા ખાલી થાય છે એ જોતા નથી ?
(૪૫) શંકા ઉત્પન્ન કરે ( ખીક લગાડે ) એવી માણુસની ખાપરી એ એનાં ધરેણાં છે, અને જેનાં અંગા શિથિલ-લથડી ગયેલાં છે એવા ભૂંગી એ એના સેવક છે, અને ધનમાં એક ધરડા બળદ એની પાસે છે; સર્વ દેવાના પશુ ગુરુ એવા શંકરની જ્યારે આવી અવસ્થા છે; ત્યારે માથે વિધિ વાંકા થતાં આ આપણે તે ક્રાણુ ?
(૪૬) જેની આસપાસ સમુદ્ર ખાઇ રૂપ છે તે લંકા જેવા ગઢ, અને દશ માથાવાળા રાજા તેના ગઢપતિ છતાં ભાગ્યના ક્ષય થતાં તે બધું ભાંગી ગયું માટે હે મુંજ ! તું ખેદ કરમાં.
આ રીતે લાંબા વખત સુધી ભીખ માટે ભમાવીને વધ કરવાની જગ્યાએ લઇ જઇ રાજાની આજ્ઞાથી વધના વિધિ કરવામાં આવ્યેા. એ વખતે મારાઓએ ‘ઇષ્ટ દૈવતનું સ્મરણ કરા' એમ મુંજને કહ્યું. ત્યારે મુંજે નીચેના ક્ષેાંક કહ્યોઃ
(૪૭) યશના પુંજરૂપ મુંજ જતાં લક્ષ્મી તા ગાવિંદ પાસે જશે, અને વીર-લક્ષ્મી ( શૌર્ય ) વીરાને ઘેર જશે પણ સરસ્વતી આધાર વગરની થઈ જશે.
૧૦૩ ટોનીએ આ ક્ષેાકનો અર્થ જુદી રીતે કર્યાં છે, મૂળના મંત્ર શબ્દ એ મુંજને ફેરવનાર સિપાઇને સબેાધન છે એમ તેણે ગણ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org