SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રમ'ધ ચિ'તામણી કર્યાં. વળી જેણે સૂર્યના મંડળને પણ ભેદ્યું તેની આગળ ખીજા પ્રતાપીની તે વાત જ શું ?૮૯ આવાં આવાં સ્તુતિ વચનાથી જેનાં વખાણ થતાં હતાં, તે મૂળરાજ સ્વર્ગમાં ગયા. સં. ૯૯૮ થી પંચાવન વર્ષ સુધી મૂળરાજે રાજ્ય કર્યું. આ પ્રમાણે મૂળરાજપ્રબંધ પૂરો થયેા. ૨૮ સે. ૧૦૫૩ થી ૧૩ વર્ષ સુધી શ્રીચામુંડરાજે રાજ્ય કર્યું. પછી સ. ૧૦૬૬ થી છ મહિના સુધી વલ્લભરાજે રાજ્ય કર્યું, પછી સં. ૧૦૬૬ થી ૧૧ વર્ષ અને છ માસ સુધી શ્રીદુલભરાજે રાજ્ય કર્યું. તે રાજાએ શ્રી પાટણુમાં દુર્લભ સરોવર બંધાવ્યું. આ દુર્લભરાજને મદનશંકર તથા જગરુંપણુ એ પ્રમાણે એ બિરૂદા હતાં.૯૦) ૮૯ મૂળરાજ છેવટ શ્રીસ્થળમાં જઇને જાતે ખળી મુએ એમ હ્રયાશ્રયમાં હ્યુ છે, ( સ, ૬ àા. ૧૦૭ ) અને વસતવિલાસમાં તે આજ ક્ષેાક મળે છે, ( સ. ૩ Àા, ૭). જિનમ ડનગણિએ પણ જાતે જમણા પગને અંગૂઠે આગ લગાડીને અઢાર પ્રહરમાં બળી મુદ્રે એમ કહ્યું છે. · ૯૦ અમુક હાય પ્રતમાં તથા વ્હેલાં છપાયેલી પ્રતમાં જે પાઠ છે. ( જીએ મૂ. પૃ. ૨૯ .િ ૪) તે પ્રમાણે સ'. ૧૦૫૦ (૧૨)ના શ્રવણ સુદિ ૧૧ વાર શુક્ર પુષ્યનક્ષત્ર અને વૃષલગ્નમાં શ્રીચામુંડરાજ ગાદી ઉપર બેઠા, આણે પાટણમાં ચંદનાથદેવ તથા ચાચિગેશ્વરનાં શિકરાવ્યાં, સ. ૧૦૬૫ આશ્વિન સુદી પ સેામવાર સુધી ૧૩ વર્ષી ૧ માસ અને ૨૪ દિવસ તેણે રાજ કર્યું. પછી સ. ૧૦૬૫ આશ્વિન સુદિ ૬ મગળવારે જ્યેષ્ઠા નક્ષત્ર અને મિથુન લગ્નમાં શ્રીવદ્લભરાજ ગાદી ઉપર બેઠે, આ રાજાનું માળવા દેશમાં ધારાના કિલ્લાને ઘેરો ઘાલતાં શીળીના રાગથી મરણ થયું, અને રાજટ્ટમન શંકર તથા જગજી પણ એ પ્રમાણે તેનાં ખરૂદો હતાં, સ. ૧૦૬૫ ચૈત્ર સુદિ ૫ સુધી ૫ મહિના અને ૨૯ દિવસ તેણે રાજ્ય પછી સ. ૧૦૬૫ ચૈત્ર શુદિ ૬ વાર ગુરૂ અને ઉત્તરાષાઢા નક્ષત્ર અને માર લગ્નમાં તેના ભાઈ દુર્લભરાજને રાજ્યમાં અભિષેક થયા. આણે શ્રીપત્તનમાં ઘટિકાગૃહ, દાનશાળા અને હાથીખાનાં સાથે સાત માળનું ધવલ ગૃહ કરાવ્યું. અને પેાતાના ભાઈ વલ્લભરાજના ધ્યેય માટે મનશંકર પ્રાસાદ તથા દુર્લભ સરાવર કરાવ્યાં. મેરૂતુંગ પાતે જ વિચાર શ્રેણીમાં લખે છે કે સ', ૧૦૫૨ ના વર્ષોંમાં વધુસરાજ ગાદીએ બેઠા અને તેણે ૧૪ વર્ષ રાજ્ય કર્યું. અને પછી સ. ૧૦૬૬ માં ગાદીએ બેઠેલા તેના ભાઈશ્રી દુર્લભરાજનું રાજ્ય બાર વર્ષં રહ્યું, ( સરકારી પ્રત I. A. Vol VI. p. 21+ માંનેા ઉતારા ) જિ, મ, ગણિના કુમારપાલ પ્રખધમાં તે પ્ર. ચિ. ના ઉપર આપેલા વચનના ઉતારા મળે છે. ચામુંડે (સ. ૧૦૫૩થી એમ નથી કહ્યું પણુ) ૧૩ વર્ષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy