________________
લાખાની ઉત્પત્તિ તથા મરણના પ્રય
it
૫૧
(૨૮) એકાએક માટી લાંખી જાળમાં આવેલા કચ્છપલક્ષ ( એક લાખ કાચબા તથા કચ્છના લાખા )ને મારીને લડારૂપી સમુદ્રમાં તેણે ( મૂળરાજે ) માછીમારપણું બતાવ્યું.
આ રીતે લાખાની ઉત્પત્તિ અને મરણના પ્રબંધ પૂરા થયા.૮૭ (૨૭) જેણે બળવાનેાતે જીતી લીધેલા તે અલિઅસુરમાં ત્યાગરૂપી વેલના પૃથ્વીમાં જન્મ થયા ( ખી વવાયું ), દધીચીમાં તે ત્યાગરૂપી વેલનાં મૂળ દ્રઢ થયાં, રામમાં એ વેલને કાંટા ફુટયા, સૂર્ય પુત્ર કર્ણ )માં તે વેલને શાખા ઉપશાખાઓ ફુટી, નાગાર્જુનમાં તેને કાંઇક કળાએ ખેડી, વિક્રમાદિત્યમાં એ વેલને કુલ આવ્યાં પણ હે મૂળરાજ, તું દાનેશ્વરીમાં, એ ત્યાગ વેલને મૂળથી કૂળ આવ્યાં.
૩૦ તમારા શત્રુઓના મહેલે ( મહેલેનાં ખંડેરા ) જે ચેામાસામાં વરસાદનાં પાણીથી ન્હાયા છે, પછી ( સ્થળે સ્થળે) દૂર્વા પુટી નીકળી છે તેથી કુશ ધારણ કરેલ હેાય એવા લાગે છે, પાણી ચાલવાના રસ્તાઓમાંથી પડતાં પાણીથી નિવાપાંજલિ આપીને, પડતી ભીંતાના પોંડાએ (કટકાઓ )ને ન્હાને પેાતાના ધણીના પ્રેતને હંમેશાં પીંડ આપવાની ( શ્રાદ્ધની ) ક્રિયા
કરે છે.૮
આ રીતે તે રાજાએ પંચાવન વર્ષ સુધી નિષ્કંટક સામ્રાજ્ય કર્યું. પછી (એક દિવસ) સાંજની આરતીને વિધિ પૂરો થયા પછી, રાજાએ પેાતાના મુખવાસ માટેનું પાન કૃપા કરીને એક વંઠ ( સેવક )ને આપ્યું, અને તેણે હાથમાં લઇ જોયું ત્યાં તેમાં ઝીણાં જન્તુએ જોવામાં આવ્યાં, એ વાતનું તત્ત્વ ( એ ખરાબ ચિન્હ છે એમ ) જાણીને વૈરાગ્યથી સંન્યાસ લને, જમણા પગના અંગુઠાને અગ્નિ લગાડીને, ગજ ( હાથી ) દાન વગેરે મહાદાને આપતાં આપતાં આઠ દિવસમાં—
(૩૧) સંયમની કેળવણીને જેનું મન વશ છે એવા તેણે પગને લાગેલા અને જેનાં ધુમાડા તથા વાળા ઉંચાં જાય છે એવા અગ્નિને પણુ સહન
૮૭ મૂળરાજે ઉપર પ્રમાણે સ્વતંત્ર રીતે કચ્છમાં જ કચ્છના રાજા લાખા સાથે યુદ્ધ કરીને તેને માર્યો હતા એમ મેરૂતુંગે લખ્યું છે. પણ હેમચંદ્ર સૈારાષ્ટ્રના રાજા સાથેની લડાઇમાં લાખા સારાષ્ટ્રના રાજાના પક્ષમાં ઘડવા આવેલા ઢાવાથી તેને મૂળરાજે માર્યા એમ કહે છે,
૮૮ આ સુભાષિતમાં મૂળરાજને દાનેશ્વરી કહેલ છે એ કથનને એનાં દાનપત્ર તથા ખીન્દ્ર ઉત્કી લેખા ટકા આપે છે.
આ સુભાષિત ખાસ મૂળરાજને જ લાગુ પડતું હેય એવું નથી, શા ધર પદ્ધતિ જેવા સુભાષિત સંગ્રહમાં પણ મળે છે (જીએ મૂળ પૃ. ૨૯ ટિ. *).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org