________________
વનરાજાદિ ચારેકટ વંશ
રાજ, બીજ અને દંડ નામના ત્રણ ભાઈએ યાત્રામાં ગયેલા ત્યાં સોમનાથને નમસ્કાર કરીને ત્યાંથી પાછા વળ્યા ત્યારે રાજાશ્રી સામંતસિંહને ઘોડાં ફેરવવાની ક્રિયામાં જોતા હતા ત્યાં રાજાએ ઘોડાને ચાબુક માર્યો એ જોઈને કાપડી (બાવા)નો વેષ ધારણ કરેલા રાજ નામના ક્ષત્રિય કારણ વગર તેણે મારેલા ચાબુકથી પીડાઈને, માથું હલાવતાં “હાં, હાં. ' એમ બોલી દીધું. ત્યારે રાજાએ એમ કરવાનું કારણ પૂછ્યું. એટલે તેણે કહ્યું કે “ઘડાએ તે ઓવારણાં લેવા જેવી સરસ ચાલ કરી પણ તે જોયા વગર તેને ચાબુક (તમે) માર્યો ત્યારે મને મર્મમાં આઘાત થયો.” તેના આ વચનથી ચકિત થયેલા રાજાએ તે ઘોડે તેને બેસવા આવે. અને તે ઘોડેસ્વાર તથા ઘોડાને યોગ્ય યોગ જેને પગલે પગલે બેયને ઓવારણું લેતા રાજાએ તેના તે આચરણથી જ તેનું કુળ મોટું હશે એમ ગણીને લીલાદેવી નામની પિતાની બહેન પરણવી. તે લીલાદેવીને ગર્ભ રહ્યા પછી કેટલાક કાળ ગયા પછી એકાએક તેનું મરણ થતાં પ્રધાનએ તેના પેટમાં રહેલા બાળકનું મરણ ન થાય માટે તેનું પેટ ચીરાવીને બાળકને ઉગારી લીધું.૭૧ આ બાળક મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી તેનું મૂળરાજ નામ પાડ્યું. આ બાળક બાલસૂર્ય જેવો તેજોમય હોવાથી સૌને વહાલ થઈ પડે અને પરાક્રમી હોવાથી મામાનું સામ્રાજ્ય વધારવા લાગ્યો. પણ મામો સામંતસિંહ જ્યારે દારૂ પીને મત્ત બની ગયો હોય ત્યારે મૂળરાજને રાજ્યાભિષેક કરે અને ભાન આવે ત્યારે ગાદી ઉપરથી ઉઠાડી મુકે. આ દાખલાથી “ચાવડાઓનું દાન” એમ મશ્કરી પ્રસિદ્ધ થઈ છે. આ રીતે હમેશાં પિતાની મશ્કરી થતી જોઇને ગણિના કુ. પ્રબંધમાં ભુવડનો કર્ણાદિત્ય, તેને ચંદ્રાદિત્ય, તેને સમાદિત્ય, તેને ભુવનદિત્ય અને તેના રાજ, બીજ તથા દંડક એવો ક્રમ આવે છે પણ જયસિંહ સૂરિએ સિંહવિક્રમ, વીરકોટી૨, હરિવિક્રમ, તે પછી ૮૫ રાજાઓ, પછી રામ, સહજરામ, શ્રીદડુક અને રાજી એ પ્રમાણે ક્રમ આપ્યા છે. (સ. ૧ લે. ૨૧ થી ૨૭) આ વંશાવળી તે દેખીતી રીતે કલ્પિત છે, પણ રનમાળ તથા કુ. પ્રબંધવાળમાં પણ વિશ્વાસ મૂકવા માટે વધારે પુરાવાની અપેક્ષા છે.
૭૧ આ રીતે જેની સુવાવડ પાસે આવી હોય તેવી સ્ત્રીનું અચાનક મરણ થતાં ઉપર પ્રમાણે માનું પેટ ચીરીને બાળકને બચાવી લેવાનું પ્રાચીન વૈદકગ્રંથ સુકૃતમાં કહ્યું છે. (જુઓ સુકૃત નિ. અ. ૮ છે. ૧૩ અને ૧૪) અને તે પ્રમાણે આજથી હજાર વર્ષ ઉપરના વૈદ્યો કરતા એમ આ દાખલાથી જણાય છે.
૭૨ ચાવડાઓ દારૂડીઆ હતા. એવી ચૌલુક્ય સમયમાં સામાન્ય માન્યતા હતી. “ચાવડાઓ પુષ્કળ દારૂ પીતા હેવાથી યાદવો પેઠે તેનું પણ રાજ્ય ગયું” એમ મોહ પરાજયમાં કહ્યું છે. (જુઓ. અં. ૪ પૃ. ૧૦૮ ૧૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org