________________
વનરાજાદિ ચાપાત્કટ વંશ
૩૯
છે. બીજી પ્રતામાં માત્ર વર્ષજ આપ્યાં છે. ત્યારે આમાં મહિના, તિથિ, વાર અને નક્ષત્ર પણ આપેલ છે, છતાં ગણત્રી કરતાં એ શિવાય ભાગ્યેજ કાઇનેા મેળ બેસે છે (જીએ રામલાલ ચુનીલાલ મેદીને! ચાવડાઓની વંશાવળી નામના લેખ ભાવનગર સાહિત્ય પરિષદના રિપોર્ટ ઋતિહાસ વિભાગ પૃ. ૪૦ ).
શ્રી. રામલાલ ચુનીલાલ મેાદીએ ગણિતની મદદથી આ વંશાવળને શુદ્ધ કરવાના પ્રયાસ કર્યો છે અને નામ નથી ત્યાં વૈરિસિંહનું નામ મુકયું છે. પ્ર. ચિ.નીજ આ એ વંશાવળી ઉપરાંત (૧) સુકૃતસંકીર્તન, (૨) સુકૃતકીર્તિ કહ્યેાલિની (૩) વિચારશ્રેણી (૪) કુમારપાલપ્રબંધ (૫) ધર્માંરણ્ય (૬) રત્નમાળ (૭) મિરાતેઅહમદી (૮) પ્રવચનપરીક્ષા, (૯) રાજા વલી ક્રાષ્ટક તથા ભાટ ચારણાના ચેાપડા વગેરમાં આ વંશાવળા મળે છે. અને વ્હેલા એ ગ્રંથા શિવાય બાકીના ગ્રંથામાં રાજ્યકાળનાં વર્ષો પણ આપ્યાં છે. વળી વ્હેલા બે ગ્રંથા પ્ર. ચિં. વ્હેલાં લગભગ પાણાસા વર્ષ ઉપર રચાયેલ છે, વિચારશ્રેણી તા મેરૂતુંગનાજ લખેલેા ગ્રન્થ છે, જેમાં માત્ર વંશાવળી છે. કુમારપાલ પ્રબંધ પ્ર. ચિં. પછી સં. ૧૪૯૨ માં ચાચેલ છે. ધર્મારણ્ય પણ પંદરમા શતકથી પ્રાચીન નથી. રત્નમાળ પણ પ્ર. ચિ.થી અર્વાચીન જણાય છે. મિરાતે અહમદી ( અઢારમા શતકનું મધ્ય )ના તા પ્ર. ચિં.જ આધાર હશે. બાકીના ચોપડા વગેરે પણ પ્ર. ચિ થી અર્વાચીન જ છે.
હવે વિચારશ્રેણી મેરૂતુંગના જ લખેલા ગ્રન્થ છે. છતાં એને પાઠ પ્ર. ચિં.ના ઉપર આપેલા બેમાંથી એક્રય પાઠને પૂરેપૂરા મળતા નથી એ જરા વિચિત્ર સ્થિતિ છે. પણ વિચારશ્રેણીમાં સાત નહિ પણ આઠ રાજાએ ગણ્યા છે અને તેને અનુક્રમ પણ ઉપર પ્રમાણે છે એટલું ટિપ્પણીમાં આપેલ પાઠ સાથે વિચારશ્રેણીનું મળતાપણું છે. પરંતુ વનરાજના રાજ્યકાળના આરંભ સં. ૮૨૧ માન્યા છે, અને છેલ્લા રાજાના રાજ્યકાળ ૧૦૧૦ માં પૂરા થયા માન્યા છે એ મેટ ફેર છે. વિચારશ્રેણી શિવાય કાષ્ટ પણુ ગ્રંથમાં ચાવડાવંશને ૮૨૧ થી ૧૦૧૭ સુધી માન્યા નથી. તેમજ ઉપર આપેલા ટિપ્પણીના પાઠ શિવાય બધા ગ્રંથમાં ચાવડાવંશને કુલ રાજ્યકાળ ૧૯૬ વર્ષના માન્યા છે.
હવે સુકૃતસંકીર્તન અને સુકૃતકાર્તિકલ્લોલિની નામના મેરૂત્તુંગથી જાના જે ભેજ 'થામાં ચાવડાવંશની વંશાવળી મળે છે તે એયમાં રાજ્યકાળનાં વર્ષી, આદિઅંતનાં વર્ષોં કે કુલ વર્ષોં કશું આપ્યું નથી. માત્ર રાજાએનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org