________________
પ્રબંધ ચિંતામણિ હરિવંશ પુરાણમાં જે ક્રમ આપ્યો છે તેમાં થોડો ફેર છે, દાખલા તરીકે જિનસેને મૌને બદલે મયુરને ૪૦ વર્ષ આપ્યાં છે, રાસભ (ગર્દભિલ્લ) રાજાઓને સો વર્ષ અને નરવાહનને ૪ર આપ્યાં છે.
આ સમગ્ર ગોઠવણની પરીક્ષા અહીં પ્રસ્તુત નથી, તેમ એટલે અવકાશ પણ નથી, પરંતુ ગભિલ્લો થયા” એવો ઉલ્લેખ પૌરાણિક વંશાવળીમાં છે, એ અહીં નોંધવું જોઈએ; માત્ર વિક્રમાદિત્યનું નામ પૌરાણિક વંશાવળીઓમાં નથી.
(બાકી ઉપર તીર્થ કલ્પના આધારે મહાવીરના સમયથી વિક્રમના સમય સુધીની જે વંશાનુક્રમની ગોઠવણ મુકી છે તેને બદલે બ્રાહ્મણ પરંપરા, બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરા એ ત્રણની તુલના ઉપરથી તથા અશોક વગેરેના લેખો, એ વખતના સીકાઓ વગેરે બીજાં સાધનો ઉપરથી એ વખતના રાજવંશને જે કાલાનુક્રમ ઐતિહાસિકાને હાલમાં માન્ય થયો છે તે કેમ્બ્રીજ હીસ્ટરી . ૧, વન્સેન્ટ સ્મીથની અર્લીહીસ્ટરી ઓફ ઇન્ડીઆ વગેરેમાં જે.)
હવે. વિ. સં. ને આરંભ ક્યા રાજાથી શા કારણે થયો એ વિષે પુરાતત્ત્વસંશોધકેએ ઘણાં વર્ષોથી ખૂબ ચર્ચા કરી છે, પણ હજી છેવટનો સર્વમાન્ય નિર્ણય થ નથી. ઉત્કીર્ણ લેખોના ચેક્સ પુરાવાઓ ઉપરથી એટલું જણાય છે કે ઈ. સ. પાંચમા શતકથી એક માલવ સંવત માળવા તથા તેની આસપાસના પ્રદેશમાં પ્રચલિત હત; ઈ. સ. આઠમાં નવમાં શતકથી એજ સંવત વિક્રમ સંવત પણ કહેવાવા લાગ્યો અને ક્રમશઃ વિક્રમ સંવત નામનોજ પ્રચાર સર્વવ્યાપી થઈ ગયો. પણ પહેલાં માલવ સંવત શા માટે ચાલ્યો અને પછી એનું નામ વિક્રમ સંવત શા માટે પડયું ? શકલેકે–પરદેશીઓને માળવામાંથી કાઢયા એ દિવસથી સંવત ચાલ્યા એવી પણ એક માન્યતા છે. ઈ. સ. પૂર્વે ૫૭ માં કેણે માળવામાંથી કોને કાવ્યા? આ પ્રશ્નનો જવાબ હમણું પુરાતત્વવિદ્ જયસ્વાલે આપે છે તે નીચે ઢંકામાં નેધો છે, પણ પુરાતત્ત્વજ્ઞાની સાધારણ માન્યતા અત્યાર સુધી એવી હતી કે ગમે તે કારણથી ઇ. સ. પૂર્વે ૫૭ માં માલવસંવત શરૂ થયો, પછી ચંદ્રગુપ્ત બીજાએ ઈ. સ. ૪૦૦ ની આસપાસમાં શક ક્ષત્રપોને હરાવ્યા અને પશ્ચિમહિંદ તાબે કર્યો, એ બનાવની યાદગીરીમાં માળવાના લેઓએ માલવસંવતને એ ચંદ્રગુપ્તની વિક્રમાદિત્ય પદવી ઉપરથી વિક્રમસંવત નામ આપ્યું. બીજે મત ને હરાવનાર યશોધર્મ વિક્રમાદિત્ય (ઈ. સ. પ૩૫)ના નામથી માલવસંવતને વિક્રમસંવત્ નામ મળ્યું એ પણ છે. મૂળ સંવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org