________________
વિકમાર્ક પ્રબંધ (મરણ ઈ. સ. ૫૮૭) ચેક્સ છે તે તે વિક્રમની સભામાં નજ હેઈ શકે. કવિ કાલિદાસનો સમય ઈ. સ. પૂર્વે ૧૫૦ થી આરંભ ઈ. સ. ૫૦૦ સુધીમાં જુદા જુદા વિદ્વાને તરફથી મુકાય છે. ઈ. સ. ૬૩૪ના રવિકીર્તિના લેખમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી તે પહેલાં કાલિદાસ થઈ ગયા એ તે ચક્કસ છે. કેટલા વખત પહેલાં એ નક્કી કહેવું મુશ્કેલ છે. કીથ વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોને વધારે છેક ઇ. સ. ૪૦૦ ની આસપાસમાં-ગુપ્ત સમયમાં મુકવા તરફ છે. જ્યારે અત્રત્ય ઘણા વિદ્વાનેને મત ઇ. સ. પૂર્વે પહેલા શતકમાં મુકવા તરફ છે. અશ્વઘોષ પહેલાં કે કાલિદાસ? એ પ્રશ્નનો એક્કસ જવાબ મુશ્કેલ છે.
કાલિદાસનાં ત્રણ મહાકાવ્ય ગણાવ્યાં છે તે તો કુમારસંભવ, રઘુવંશ અને મેઘદૂત, પણ છ પ્રબંધે ગણાવ્યા છે, તેમાં ત્રણ તે નાટક હશે. ચોથે કદાચ ઋતુસંહાર, પાંચમો નાલોદય હશે ? છઠ્ઠો પણ કાલિદાસના નામથી કઈક ગ્રંથ પ્રચલિત હશેજ. પણ વિદ્વાને ત્રણ કાવ્યો અને ત્રણ નાટકેનેજ અને કેટલાક ઋતુસંહારને પણ મહાકવિ કાલિદાસની કૃતિઓ માને છે. બાકીના ગ્રંથે બીજા કાલિદાસના, કાલિદાસ નામના ત્રણ કવિઓ થઈ ગયા કહેવાય છે.
પરિશિષ્ટ મેરૂનમે અહીં આપેલ વિક્રમ પ્રબંધ ખાસ જેનશ્રત પરંપરા પ્રમાણે લખેલે છે. વિક્રમના તેરમા ચૌદમા શતકમાં વિક્રમ વિષે પ્રચલિત દંતકથાઓમાંથી નમુના દાખલ થેડી કથાઓ જ મેરૂતુંગે આપી છે. પ્ર. ચિ.માં આપેલી તથા બીજી વિક્રમ સંબંધી કથાઓમાંથી બે મુખ્ય મુદ્દાઓ તરી આવે છે (૧) જૂના કાળમાં વિક્રમ નામના દાનવીર તથા સાહસિક રાજા થઈ ગયા અને એના નામથી સંવત ચાલે છે. (૨) શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી આ વિક્રમ રાજા જૈન થયા હતા.
ઉપરના બેય મુદ્દાઓ વિષે અહીં ટુંકામાં વિવેચન કરવું યોગ્ય છે. વિક્રમ નામને રાજા જૂના કાળમાં થઈ ગયું હોવાની તથા એ દાનવીર તેમજ સાહસિક હોવાની માન્યતા કાંઈ કેવળ જૈન માન્યતા નથી. જૈનેતર સાહિત્યમાં પણ એ વિષે ઉલ્લેખ મળે છે-વિ. સં. ના ૧૧ મા શતકમાં લખાયેલા નવસાહ સાંકરિત નામના કાવ્યમાં અરીતે કામાદિત્યે ગ ર્ત વાતા (સ. ૧૧ શ્લ. ૯૪) એ રીતે વિક્રમને તથા સાત વાહનનો ઉલ્લેખ છે. ખરી રીતે વિક્રમાદિત્ય અને સાત વાહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org