SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ચિંતામણિ મંત્રીએ રાજાને ગઈ વાતને નકામે શોક ન કરવાનો ઉપદેશ આપ્યો અને એ સાથે વિ. સે. મિ. રા. ને સાચો ખુલાસો જે કઈ શોધી, કુંવરને સાજો કરી આપે તેને પોતે અર્થે રાજ્ય આપશે એમ જાહેર કરવા સૂચવ્યું. પછી શારદાનંદની સલાહ પ્રમાણે મંત્રીએ કહ્યું કે “મારા ઘરમાં એક સાત વર્ષની છોકરી છે તે જે કુંવરને જુવે તે સાજા કરી આપે ” રાજા કુંવરને લઈ મંત્રીને ઘેર ગયે અને ત્યાં પડદા પછવાડે સંતાયેવા શારદાનંદે વિ. સે. મિ. રા. એમાંના દરેક અક્ષરથી શરૂ થતા ચાર કે કહ્યા. વિ. માંથી વિશ્વાસ, સે. માંથી તેલુગા , મિ. માંથી મિત્રદ્રોહી અને રા. માંથી ર હ્યું એ રીતે ઉપલા અક્ષરમાંથી શબ્દો નીકળે છે. અને પહેલા ત્રણ પ્લેકામાં વિશ્વાસઘાતની નિન્દા અને ચોથા લેકમાં એ પાપનું પ્રાયશ્ચિત કહેલું છે. આ ચાર શ્લેકે સાંભળતાં જ કુંવર ગાંડે મટી ગયે. અને પછી પોતાની જંગલના અનુભવની વાત કરી. બધાને આશ્ચર્ય થયું. રાજાએ પડદા પછવાડેથી શારદાનંદને શોધી, તેને પગે પડી, માફી માગી અને પિતાને બ્રહ્મહત્યામાંથી બચાવનાર તથા કુંવરની જીંદગી બચાવનાર મંત્રીની પ્રશંસા કરી. પરિશિષ્ટ સા. કાલિદાસ કવિ સંબંધી પ્ર. ચિ.માં આપેલી કથા ખૂબ પ્રચલિત છે, એ આરૂપમાં તારાનાથ (ઇ. સ. ૧૬૦૮)ના બૌદ્ધ ઇતિહાસમાં મળે છે. કદાચ તારાનાથે આવાજ કઈક મૂળમાંથી સંગ્રહ કર્યો હશે. આ એક જાતની લેક કથા છે. અને અનેક રૂપમાં કર્ણપરંપરાથી પ્રચલિત છે. કાલિકાના વરથી કાલિદાસને વિદ્યા પ્રાપ્ત થયાની, પણ પ્ર. ચિંથી જુદી જાતની કથા માટે જુઓ Indian Antiguary Vol VII p. 115–117. કાલીદાસ એ નામજ આ બધી દંતકથાનું મૂળ હોય એમ લાગે છે. કાલિદાસ કવિ અને વરરૂચિ બેય વિક્રમના સમકાલિન હેવાની પણ શ્રતપરંપરા ચાલે છે. વિક્રમની સભાનાં નવ રત્નમાં અમર, વરરૂચિ અને વરાહમિહિર સાથે કાલિદાસનું પણ નામ છે धन्वन्तरिः क्षपणकोऽमरसिंहशङ्क वेतालभट्टघटखपरकालिदासाः। ख्यातो वराहमिहिरी नृपतेः सभायां रत्नानि वै वररूचिर्नव विक्रमस्य ॥ પણ આ બુતપરંપરા વિશ્વસનીય નથી. વિક્રમ સંવતના આરંભ વખતેજ જ આ વિક્રમ રાજા થઇ ગયા હોય તે વરાહમિહિર જેને સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy