________________
પ્રકાશકના બે બાલ
શ્રી ફાર્બસ ગુજરાતી સભાના સાહિત્યપ્રચારને એક ઉદ્દેશ ગુજરાતના ઇતિહાસને તેમ તેના સંશોધનને લગતા વિષય સંબંધી ગ્રંથ અને વ્યાખ્યાને પ્રસિદ્ધ કરવો એ છે, પ્રસ્તુત ગ્રંથ પ્રબંધચિંતામણિ, ગુજરાતના મધ્યકાલીન હિન્દુ-રાજપુતયુગના ઈતિહાસનાં પ્રબંધાત્મક સાધનોમાં મહત્વનું સ્થાન ધરાવે છે એ સાધનોમાં પ્રબંધચિંતામણિ ઐતિહાસિક દૃષ્ટિએ ખાસ મૂલ્યવાન ગણાય છે. ગુજરાતને ચાવડા વંશી રાજા વનરાજ, સેલંકી વંશી મૂળરાજ, ભીમદેવ, કર્ણ, સિદ્ધરાજ, કુમારપાળ, અને વાઘેલા વંશી વિરધવલ એ રાજાઓના પ્રબંધ ઉપરાંત, શકવતો શાલીવાહન, પરમાર વંશી ભજ આદિના પણ પ્રબંધે આ ગ્રંથમાં નિરૂપાયેલા છે; એ તેનું ઐતિહાસિક મહત્ત સિદ્ધ કરે છે.
વ. શ્રી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાહેબે “રાસમાળા”માં ઉપયોગ સારૂ જે ઐતિહાસિક સાધને એકત્રિત કરેલાં, તેમાંના સંસ્કૃત ઐતિહાસિક પ્રબંધાદિ સાહિત્ય ગ્રંથ મૂળ તેમ જ, તેના અનુવાદે પ્રકટ કરવાનું શ્રી ફાર્બસ ગુજરાત સભાએ ઠરાવેલું છે. એ શ્રેણીમાં શ્રી રાજશેખરસૂરીપ્રણીત ચતુર્વિશતિપ્રબંધ (મૂળ તેમજ અનુવાદ ) અત્યાર આગમચ પ્રકટ થઈ ચૂકેલ છે. શ્રી મેરૂતુંગાચાર્યપ્રણીત પ્રબંધચિન્તામણિ એ બીજો ગ્રંથ છે. આ મૂળ સંસ્કૃત ગ્રંથ શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીજી પાસે સંશોધાવી સભાએ પ્રકટ કરેલ છે. તેમને જ આ અનુવાદ છે. તેમણે પ્રસ્તાવનામાં સ્વ. શાસ્ત્રી શ્રી રામચંદ્ર દીનાનાથના અનુવાદ કરતાં પ્રસ્તુત અનુવાદમાં શી વિશિષ્ટતા છે તે દર્શાવેલું છે.
આધિન વદિ ૮, વાર મંગળ ) અંબાલાલ બુલાખીરામ જાની સં. ૧૯૯૦ તા. ૩૦-૧૦-૩૪ ?
મુંબઈ [ સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org