________________
પ્રબંધ ચિંતામણિ ૨ અવન્તી (ઉની ) નગરીમાં શ્રી વિક્રમાદિત્ય રાજાને પ્રિયંગુ મંજરી નામની પુત્રી હતી. ભણાવવા માટે તેને વરરૂચિ નામના પંડિતને સેંપી હતી. તે બુદ્ધિશાળી હોવાથી થોડા દિવસોમાં વરરૂચિ પાસેથી બધાં શાસ્ત્રો શીખી ગઈ. હવે ભરજુવાનીમાં આવેલી તે પ્રિયંગુમંજરી પિતાના પિતાની સેવામાં હંમેશાં રહેતી હતી. એક વખત વસંત ઋતુ ચાલતી હતી, બરાબર બપોરને વખત હતો અને સૂરજ માથે તપતો હતો, ત્યારે એ ઝરૂખામાં બેઠી હતી, ત્યાં રસ્તે જતા અને ઝરૂખાની છાયામાં થાક ખાવા ઉભેલા પોતાના ગુરૂને જોઈને, તેણે પાકેલી કેરીઓ બતાવીને તથા ગુરૂને એની તૃષ્ણ છે એમ જોઇને કહ્યું કે “તમને આ ફળ શીતળ હોય તો ભાવે છે કે ઉનાં ઉનાં?” એના શબ્દોમાં રહેલી ચાતુરી સમજ્યા વગરજ ગુરૂએ જવાબ આપ્યો કે “મને ઉનાંજ જોઇએ છીએ.” એટલે ગુરૂએ પાથરેલા કપડાંમાં તેણે તે ફળો આડાં ફેંકયાં. પણ એ ફળો જમીન ઉપર પડી જવાથી ધૂળવાળાં થતાં બે હાથમાં લઈને ગુરૂએ ફેકથી ધૂળ ઉડાડવા માંડી, એટલે રાજકન્યાએ મશ્કરી કરીને કહ્યું કે “શું એ અતિ ગરમ છે તે ફેંકીને ઠંડાં પાડો છો ?૧? ”
આ પ્રમાણે તેના મશ્કરીના શબ્દો સાંભળીને કે પેલા તે બ્રાહ્મણે કહ્યું “અરે ડાહ્યલી, ગુરૂને ભોંઠા પાડવામાં તને ગમ્મત મળે છે તે તને પશુપાલ, પતિ તરીકે મળશે” આ પ્રમાણે તેને શાપ સાંભળી રાજકન્યાએ કહ્યું “તમે જે કે ત્રણે વેદ જાણનાર છો પણ વિદ્યામાં જે તમારાથી ચડીઆતે તમારે પરમગુરૂ હશે તેને હું પરણીશ " આ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી. પછી શ્રી વિક્રમ તેને માટે સારો વર શોધવાના ચિત્તારૂપી સમુદ્રમાં ડુબી ગયા અને એ સ્થિતિમાં વરરૂચિએ “તમને મનગમતે વર હું શોધી આપીશ” એમ અરજ કરવાથી ઉતાવળા થયેલા રાજાની આજ્ઞા લઈને તે પંડિત (મૂર્ખ વર ખેળવા) જંગલમાં નીકળી પડયો. ત્યાં અતિ તૃષા લાગવાથી તે આકુળવ્યાકુળ થઈ ગયો અને ચારે તરફ તપાસ કરતાં પણ પાણી ન જોયું; પણ ત્યાં પશુપાલ–ગોવાળ-ને જોયો એટલે તેની પાસે પાણી માગ્યું. તેણે પણ “પાણી તે નથી પણ દુધ પીઓ” એમ કહ્યું તથા એ માટે “કરવડી” કરવા કહ્યું. કોઈ કષમાં ન વાંચેલે આ “કરવઠી.” શબ્દ સાંભળી પંડિતનું ચિત્ત ચિતામાં ડુબી ગયું. એટલે તે ગોવાળે તેને માથે પિતાને હાથ મુકીને તેને ભેંસની નીચે બેસાર્યો અને બે હાથને
૧૧ આ ક્ષુદ્ર મશ્કરી કથાસરિત્સાગરમાં પણ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org