________________
પરચુરણ પ્રબંધ
૨૩૭ આપવાની મતલબથી સભામંડપના ભારાટી ઉપર કઈ ન જાણે તેમ નીચેનાં કાવ્યો લખ્યાં.
(૫) હે પાણીના પ્રવાહ, શીતળતાને ગુણ તે તારે જ છે, અને એ સાથે વળી તારામાં સ્વાભાવિક સ્વચ્છતા છે. વધારે શું કહીએ? બીજા અપવિત્ર પદાર્થો તારા સ્પર્શથી પવિત્ર થાય છે. તું દેહધારી સર્વનું જીવન છે એથી વધારે તારાં શું વખાણ થઈ શકે? પણ જો તું જ નીચ (નીચાણવાળા તથા હલકા) રસ્તે જવા લાગેતો તને રોકી શકે એવું કોણ છે?
(૬) હે મહાદેવ, તમે પિઠીઆ (બળદ) ઉપર બેસીને ફરે તેમાં દિશાઓના હાથીઓનું શું હલકું દેખાય છે? અને તમે સર્ષોનાં, કંકણ વગેરે, ઘરેણાં પહેરે તો એમાં સેનાને કાંઈ હાનિ નથી. વળી તમે જડ કિરણવાળા ચંદ્રને માથે ચડાવો તેમાં કમળના મિત્ર અને ત્રણે લેકના પ્રકાશક સૂર્યની શી અપકીર્તિ થવાની હતી? પણ તમે જગતના ઇશ્વર છે એટલે શું કહીએ?
(૭) એ શંકર પિતે બ્રહ્માનું માથું કાપી નાખ્યું એની બડાઈ મારે, કે ભૂત પ્રેતવર્ગ સાથે મિત્રતા રાખે, કે દારૂથી ઘેલા બનીને માતૃલોક સાથે કડા કરે, અથવા સ્મશાનમાં હેર કરે, કે પ્રજાને ઉત્પન્ન કરીને પાછો તેને સંહાર કરે છતાં પણ એનામાં મન રાખીને ભક્તિથી સેવા કરું છું. કારણ કે ત્રણે લેક શૂન્ય છે અને એ જ એક ઇશ્વર છે.
(૮) આ મહારાત્રિને વખતે તમે એક જ રાજા (ચંદ્ર) છો માટે શું તમે કમળની શેભાને ઢાંકી દઈને કુમુદની શોભા વધારો છો? પણ આ કમળમાં બ્રહ્માને જે નિવાસ છે અને કુલના વર્ગમાં જે એનું માન છે તેને બ્રહ્મા પણ દૂર કરી શકે એમ નથી ત્યારે તું તે કેશુ?
૯) સુંદર સ્ત્રીનાં કઠણ સ્તન પાસે રહેવા યોગ્ય સુંદર આકારવાળા હે હાર! સારી ગોળાઈવાળે (અથવા સારા વર્તનવાળો) તું છે, સારા ગુણવાળે ( અંદર સારે દોરો પરોવેલે અથવા સારા ગુણોવાળે) તું છે, તારી યોગ્યતા મોટી છે, અને તારું મૂલ્ય ઘણું છે; અરે પણ પામર સ્ત્રી (ભીલડી)ના કઠણુ કંઠમાં રહીને તું તુટી ગયો છે અને તે ગુણવત્તા (અંદર પરોવેલી દેરી કે ગુણોવાળાપણું) ગુમાવેલ છે (એનો ખેદ થાય છે.)
પછી કોઈ સામાન્ય સભા પ્રસંગે આ કે જેને તથા એને અર્થ સમજીને તે પ્રધાનના ઉપર રાજા અંદરથી ઠેષ રાખવા લાગ્યો. કારણ કે –
(૧૦) જેનું નાક કપાયેલું તેને અરીસો બતાવવો એ જેમ તેનામાં ક્રોધ ઉત્પન્ન કરે છે તેમ સન્માર્ગને ઉપદેશ ઘણું કરી ક્રોધ માટે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org