________________
૨૩૬
પ્રબંધ ચિંતામણી
ત્યાંના પ્રધાનએ મેટા મહત્સવથી તેનું સામૈયું કરી તેને શહેરમાં પ્રવેશ કરાવ્યો. આ રીતે નવા થયેલા રાજાએ પહેલાંની પેઠે જ માન સાથે પિતાની સાથેના રાજકુમારને સાથે લઈને મહેલમાં પ્રવેશ કર્યો. વળી “હું આ બધા રાજલકને ધણું પણ તું મારે ધણી છે” એવાં એગ્ય ઉપચાર વચને વડે ખાનગીમાં એ તેને સારું લગાડતો. હવે આ રાજામાં રાજાને
ગ્ય ગુણો નહતા, એ અત્યંત દુર્બુદ્ધિ હતા, વર્ણાશ્રમ ધર્મ પાળવા (અને પળાવવાની) વાત જાણ ન હતો અને તેથી જેમ જેમ એ પ્રજાને દુઃખ દઈને રાજ્ય કરતો જોવામાં આવતા તેમ તેમ શંકરના માથા ઉપર રહેલા ચંદ્ર પેઠે આ કુમાર દરરોજ ક્ષીણ થઈ જવા લાગ્યો. એક વખત આ પ્રમાણે ક્ષીણ થયેલા કુમારને તે રાજાએ દુબળા થઈ જવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “તું દુદ્ધિથી પ્રજાને દુઃખ આપે છે અને એ અયોગ્ય સ્થિતિ જોઈને હું દુબળે થાઉં છું. કહ્યું છે કે –
(૪) જડ (લોક-અથવા જળ=પાણ)ની વચ્ચે રહેવું, સ્વામીના કાનને બે જીભવાળા (ચાડીઓ લેકે અથવા સર્પો) લાગેલા છે, એ સ્થિતિમાં જીવી શકાય છે એ જ લાભ છે, બાકી દુબળું થવાય એમાં નવાઈ શું ?
આ ગાથાને અર્થ મારી બાબતમાં સાચો પડે છે” આ વચનના જવાબમાં તે રાજાએ કહ્યું કે “પાપમાં ડુબી રહેલી આ પ્રજાનાં પાપનું ફળ પાકવાથી તેઓને જરૂર દુઃખ ભોગવવાને વખત આવ્યો એટલે જ હું રાજા થયો; જો લકેના ભાગ્યમાં વિધિએ સારી રીતે રક્ષણ થવાનું લખ્યું હોત તે તે પટ્ટા હાથી તમારે માથે જ કળશ ઢોળત.” એસિડ જેવી આ તેની ઉક્તિ અને યુક્તિથી રોગ મટતાં જેમ માણસ સારો થાય તેમ કુમાર શરીરે જાડો થઈ ગયો.
આ રીતે કર્મસાર પ્રબંધ પૂરે થશે. ૧૧ એક વખત ગૌડ દેશમાં લક્ષણાવતી નગરમાં શ્રી લક્ષ્મણ સેન નામને રાજા સર્વ બુદ્ધિના ભંડાર જેવા ઉમાપતિધર નામના પ્રધાને ઉપર રાજ્યની ચિન્તાને ભાર નાખી દઇને લાંબા વખતથી રાજ્ય ભગવતહતો.
અનેક ગાંડા હાથીઓના સહવાસથી જાણે કેમ ન હોય તેમ મદા થઈને તે રાજા એક માતંગી-ચાંડાળણીના સંગથી કલંકિત થયો. ઉમાપતિધરે આ સંબંધની વાત સાંભળીને, રાજા સ્વભાવે ક્રૂર છે એ વાતને તથા એને મળવું મુશ્કેલ થઈ ગયું છે એનો પણ વિચાર કરીને કાંઈક જુદા પ્રકારથી એને શિખામણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org