________________
૨૩૧
પરચુરણ પ્રબ છે નગર પ્રવેશને મોટો ઉત્સવ કરવામાં આવ્યું. અને રાજા શણગારેલી દુકાનની શોભા જતા હતા ત્યાં એક દુકાનમાં લાકડાની ટોપલી સાથે કેદાળી જેવામાં આવી. મહેલમાં ગયા પછી ભેટ લઈને મહાજનના લેકે આવ્યા, “તમે સુખી છે?” એવું રાજાએ પૂછયું, ત્યારે તેઓએ “અમે સુખી નથી” એવો જવાબ આપ્યો. આ જવાબથી આશ્ચર્ય સાથે ભ્રમિત થઈ જઈને રાજાએ તેઓને રજા આપી અને પછી એક વખત એકાંતમાં શહેરનાં મુખ્ય માણસને બોલાવીને રાજાએ પૂછ્યું કે “તમે શા માટે સુખી નથી? અને બીજું ઉત્સવને દિવસે લાકડાની ટપલી સાથે કોદાળી ઉભી કરી રાખી હતી તેનું શું કારણ?” ત્યારે તેઓએ જવાબ આપે કે મહારાજાએ જેની દુકાનમાં લાકડાની ટોપલીમાં કોદાળી જોઈ તે શેઠ પાસે એટલી લક્ષ્મી છે કે એ પોતાના પૈસાની ગણતરી કરી જેવા અશક્ત હોવાથી લાકડાની ટોપલીઓથી પોતાના પૈસાનું માપ કાઢે છે એવું બતાવવા તેણે એ સંકેત કર્યો હતે. હવે “અમે સુખી નથી” એવું જે અમે કહ્યું તે આપને પ્રજા ન હોવા માટે છે. અને કેટીધ્વજ (મકાન ઉપર એક કરોડ દ્રવ્યને સુચવતી) ધજા ચડાવનારા શેઠીઆઓવાળું આ શહેર છે, તેને આપે ઘણું વખત સુધી પાળ્યું, પણ હવે આપને પ્રા ન હોવાથી એની કેવી સ્થિતિ થશે?” પણ જૂની રાણીઓ વાંઝણી છે એમ જાણીને રાજાની સંમતિથી વશ વૃદ્ધિ માટે નવી રાણ પરણાવવાની ઇચ્છાવાળા તેઓ (લકાના અગ્રેસર) પુષ્પાર્ક (રવિવારે પુષ્ય નક્ષત્રમાં ચન્દ્ર હોય તો પુષ્યાર્ક યોગ કહેવાય ) દિવસે મુખ્ય શકુન જાણનાર સાથે શકુનગૃહમાં ગયા. પછી તે શકન જાણનારે જેના સુવાવડના દિવસો નજીક હતા એવી એક લાકડાને ભારે વેચીને ગુજરાન કરતી ગરીબ સ્ત્રીના માથા ઉપર દુર્ગા (ભેરવ) ને બેઠેલી જોઈને તે બાઈની અક્ષત વગેરે વડે પૂજા કરી, ત્યારે સાથે આવેલા મહાજને “આ શું કર્યું?” એમ પૂછયું. ત્યારે તે શકુન જાણનારે કહ્યું કે “જો બહસ્પતિશાસ્ત્ર (શકુન સંબંધી શાસ્ત્ર) સાચું હોય તો આ બાઈના પિટમાં જે પુત્ર છે તે અહીં રાજા થશે.” આ અસંભવિત જેવી વાત માની લઈને તેઓએ રાજા પાસે આવી તે ગર્વિષ્ઠ રાજાને જે બધું બન્યું હતું તે કહ્યું. આ સાંભળી ખેદમાં પડી ગયેલા રાજાએ તે બાઈને ખાડામાં દાટી. દેવા પોતાનાં વિશ્વાસુ માણસને મોકલ્યાં. આ માણસોએ તે બાઈને કહ્યું કે “હવે તારા ઈષ્ટ દેવને યાદ કરી લે ત્યારે મરણના ભયથી વ્યાકુળ થઈ ગયેલી તે બાઈ તેઓની રજા લઈને સાયંકાળને વખતે મળ ત્યાગ કરવા બેઠી ત્યાં તેણે દીકરો જ. અને તેને ત્યાં જ મુકી દઈને તે પાછી આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org