________________
૧૭૨
પ્રબંધ ચિ’તામણી
પ્રસન્ન દૃષ્ટિથી તેની સંભાવના કરીને ખીજા નવા બળવાન સામન્તા સાથે મલ્લિકાર્જુનને જીતવા તેને ફરી મેકલ્યા. કાકણ દેશમાં આવીને તેણે તે નદી પાસે આવતાં પાજ બાંધીને તે જ રસ્તે સૈન્ય ઉતારી, સાવધાન રહીને, તે વિષમ યુદ્ધમાં લડતાં, પેાતાની વીરવૃત્તિથી હાથી ઉપર બેઠેલા તે મલ્લિકાર્જુનને સ્થિર કરી દીધા. અને પછી જેનામાં લડાઇની ઘેલછાનેા રસ ઉછળી રહ્યો છે એવા આંબડે મુસળ સરખા દાંતરૂપી પગથીથી મલ્લિકાર્જુનના હાથીના માથા ઉપર ચડી જઇ, ← પહેલાં બ્રા કરી લે, અને ઇષ્ટદેવનું સ્મરણુ કરી લે” વગેરે ખેલતાં ખેાલતાં તીક્ષ્ણ ધારવાળી ભયંકર તરવાર મારીને મલ્લિકાર્જુનને હેઠે પાડી દીધા. અને પછી સામન્તા તેનું શહેર લુંટવામાં રાકાયા ત્યારે આંખડે સિહનું બચ્ચું જેમ હાથીને મારી નાખે તેમ તેને રમતમાં મારી નાખ્યા. પછી મલ્લિકાર્જુનનું માથું સેાના (ના પતરા ) માં વીંટી લઇ, તે દેશમાં સેાલંકી ચક્રવર્તીનું શાસન સ્થાપી પાતે શ્રીઅણહિલપુર આવ્યા. અને જ્યારે સભામાં ખેતેર સભાસદે બેઠા હતા ત્યારે શ્રી કુમારપાલ મહારાજના પગને કાકણુ દેશના રાજા મલ્લિકાર્જુનના માથા સાથે૧૫ પ્રણામ કર્યાં.
વળી શૃંગારક્રેડિટ નામની સાડી ૧, માણિક્ય નામના પહેડા એક, પાપના ક્ષય કરે એવા એક હાર, સંયેાગ સિદ્ધિવાળી છીપ, તથા સાનાના બત્રીશ કુંભ, મેાતીની છ સેર, ચાર ાંતવાળા એક હાથી, પાત્રા ૧૨૦, અને સાડીચૌદ કરોડ દ્રવ્ય એટલા દંડ, ૧૬
આ વસ્તુઓ સાથે તેના માથારૂપી કમળથી શ્રી આંખડે રાજાની પૂજા કરી અને તેના કામથી પ્રસન્ન થયેલા રાજાએ શ્રી આંખડ નામના મહામંડલેશ્વરને રાજપિતામહ એવું બિરૂદ આપ્યું.૧૭
૧૫ દેવ આગળ નાળીઅર મુકીને પગે લાગવાના રિવાજ છે, નાળીએરને બદલે આ માથું' એમ કહેવાની મતલબ લાગે છે.
૧૬ જો પ્ર. ચિ. કહે છે તેમ કાકણના રાન્તને ખરેખર માર્યા હોય અને ત્યાં કુમારપાલનું શાસન સ્થાપ્યું હોય તે આ દંડ નહિ પણ લુંજ કહેવાય,
આ લુટની વસ્તુઓનું પ્ર, ચિ, ના વાક્યના અનુવાદ કરીને જિનમ’ડનગણિના કુ. પ્ર. માં વર્ણન કરેલુ છે, રાગાર કેાડી સાડી તેના રા. દી, શાસ્ત્રીએ “ મહારાણીને શણગાર સજવા તુરત નવી કરાવેલી એક કરોડ રૂપીઆની પહેરવાની સાડી” એવા અકર્યા છે અને એમણે જ માણેકરત્ન જડેલા પહેડા એવા બીજી વસ્તુના અ કર્યા છે. ટૅાનીએ વસ્તુઓની સ ંખ્યા વાંચવામાં ભૂલ કરી છે. ૧૭ આ આંબડ પ્રમ’ધ જિ. ગણિના કુ. પ્ર.માં તથા રાજશેખરકૃત પ્રબંધકોષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org