SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભેજ અને ભીમના પ્રબંધ ૧૪૯ ૪૦ શ્રી પાટણ રહેવાસી અને જેને વંશ ઉચ્છિન્ન થઈ ગયા છે એવો આભડ નામનો વાણીઆનો દીકરો કંસારા (કાંસાની ધાતુનું કામ કરનાર ) ની દુકાને વાસણ ઘસવાનું કામ કરી પાંચ વિપક૭૯ મેળવી પિતાનું રોજનું ગુજરાન કરતો હતો, પણ બેય વખત શ્રી હેમસૂરિના ચર માં પરિક્રમણ કરવા જતો હતો. એ સ્વભાવે ચતુર હતો અને રત્ન પરીક્ષાને લગતા અગત્ય મત, બૌદ્ધ મત૮૦ વગેરે ગ્રન્થ ભર્યો હતો તથા રત્ન પરીક્ષક ઝવેરીઓ પાસે રહીને પોતે પણ રત્નની પરીક્ષા કરવામાં કુશળ થઈ ગયો હતો. એક વખત આ વાણીઆએ શ્રી હેમચન્દ્ર પાસે પરિગ્રહના નિયમો લેવાની ઈચ્છા કરી અને પિતાની પાસે ધન ન હોવાથી બહુ ઘેરું ધન પોતાની પાસે રાખવાનો નિયમ લેવા તૈયાર થયા ત્યાં સામુદ્રિક જાણનાર શ્રી હેમાચાર્યો આગળ જતાં તેનું સદ્દભાગ્ય ઉધડીને તેને વૈભવ મળવાનું છે એમ જાણીને તેની પાસે ત્રણ લાખ દ્રમ્પના પરિગ્રહનો નિયમ લેવરાવ્યો. આવો નિયમ લેવરાવનાર શ્રી હેમાચાર્ય સાથે સંતુષ્ટ થઈને સંબંધ રાખતા તે એક વખત કોઇ ગામ જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં એક બકરીઓના ટોળાને જતું જોયું. આ ટોળાંમાંની એક બકરીની ડોકમાં એક પથરાનો કટકા બાંધેલ હતો. પણ જાતે રત્ન પરીક્ષક હોવાથી એ પથરે રત્નની જાતને છે એમ જોઇને તેના લોભથી તે બકરીને તેની કિંમત આપી તેણે ખરીદી લીધી. પછી મણિકાર ( રત્ન ઘસીને તેજસ્વી બનાવનાર) પાસે તેણે તે રત્નને ઘસાવી સિદ્ધરાજને મુકુટ બનાવવાના કાનમાં એક લાખ દ્રવ્ય લઇને રાજાને વેચી નાખ્યું. પછી આ મૂળ ધનથી તેણે વેપાર કરવા માંડ્યો, તેમાં એક વખત મજીઠની ગુણે બહારથી આવેલી તેણે ખરીદ કરી અને પછી આ દેવસૂરિ મુનિચન્દ્રના શિષ્ય હતા, તેમણે સં. ૧૨૦૪ માં ફલોધીમાં ચૈત્ય બંધાવ્યું અને આરાસણમાં નેમિનાથની પ્રતિષ્ઠા કરી. તેમણે સ્યાદ્વાદ રત્નાકર નામ પ્રમાણુ ગ્રંથ રચ્યો જેમાથી ચતુર્વિશતિ સૂરિ શાખા જન્મ પામી. એમ પટ્ટાવલીમાં કહેલું છે. ( જુઓ જન ગુર્જર કવિઓ બીજો ભાગ. પૃ. ૭૧૪ ) આ દેવસૂરિએ આ વાદ પહેલાં સપાદ લક્ષના અર્ણોરાજની સભામાં દિગંબર ગુણ ચન્દ્રને હરાવેલો એમ મુ. કુ. નાટકમાં કહ્યું છે. ૭૯ વિપક કે વીશેપક એ એક જાતના હલકા સીકાનું નામ છે. ૮૦ રત્ન પરીક્ષાને લગતા ગ્રન્થોનાં આ નામે છે. એમ. ડીનેટે બૈદ્ધભટ્ટ રન પરીક્ષા, અગસ્તિગત અને અગરતીયત રત્ન પરીક્ષા એ ગ્રંથ છપાવ્યા છે. ૮૧ જેમાં ગૃહસ્થ લેવાના જે નિયમો છે તેમાં આ પરિગ્રહ નિયમ પણ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy