SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્રબંધ ચિંતામણી ને ન છોડતા દેવેના ગુરૂ સાથે વાદ વિદ્યાવાળા આ દેવસૂરિની સમાનતા કેમ થાય ? એમ શ્રી મુનિદેવાચાર્યે કહ્યું. ૪૦ જેની પ્રતિભાની ગરમીથી નગ્ન ( દિગબરે ) કીર્તિયોગ રૂપી કપડાંને છેડી દીધું એટલે તેને, શરમથી જાણે, સરસ્વતીએ પણ છોડી દીધે તે દેવસૂરિ તમારા આનંદ માટે થાવ. (૪૧) દિગંબરને જીતવાથી જેણે બધા કેવલ જ્ઞાનીઓ માટે અન્ન સત્રની તથા તેઓને ખાવાની છુટની સ્થાપના કરી, જેના યુક્તિવાળા જવાબોથી સ્ત્રીઓના મોક્ષ માટે પગથી બંધાયાં અને જે તાંબર માર્ગની પ્રતિષ્ઠાના ગુરૂ થયા તે શ્રી દેવસૂરિ પ્રભુ દેવોના ગુરથી પણ વધારે અમેય મહિમાવાળા છે. આ છેલ્લા બે કે શ્રી મેરૂતુંગ સૂરિના છે. આ રીતે દેવસૂરિ પ્રબંધ પુરે થ.૭૮ ૭૮ દિગમ્બર કુમુદચન્દ્ર સાથે શ્રી દેવસૂરિના વાદને આ પ્રસંગ જેનોમાં બહુ લોકપ્રિય હશે એમ લાગે છે. કદાચ ગુજરાતમાં દિગંબરે ન રહેવાનું એક મુખ્ય કારણ એ વાદ પણ હોય. પ્રભાવક ચરિતાંતર્ગત દેવસૂરિ પ્રબંધમાં આ પ્રબંધ લગભગ આ પ્રમાણે છે. પણ આ બેય ગ્રન્થો કરતાં જૂનાકાળમાં યશશ્ચન્ટે આ પ્રસંગ ઉપર જ મુદ્રિત કુમુદચન્દ્ર નામનું નાટક લખ્યું છે. અને પ્રભાવક ચરિતમાં તથા પ-ચિ. માં એ નાટકમાંથી કેટલાક કે ઉતારવામાં આવ્યા છે. ( જુઓ મૂળની ટિપ્પણીઓ ) છતાં નાટકના વર્ણનમાં અને પ્ર-ચિં-ના વર્ણનમાં કેટલાક ફેર છે. દા. ત. પ્ર-ચિં-માં હેમચંદ્ર દેવસૂરિ સાથે હતા એમ કહ્યું છે, નાટકમાં નથી કહ્યું. છેવટ જેથીહડનો ઉલ્લેખ પ્ર-ચિં-કરે છે તે થાહડ તથા દેવસૂરિના શિષ્ય પં. માણિક્ય એ બેય નામે મુ-કુ, નાટકમાં મળે છે. પણ સાધારણ રીતે પ્ર. ચિં. કરતાં પ્ર. ચ. નાટકને વધારે અનુસરે છે. આ વાદ સં. ૧૧૮૧ માં થયો એમ પ્રભાવક ચરિત ( . ૧૯૩) માં કહ્યું છે. એ જોતાં પ્ર-ચિં. માં હેમચંદ્ર એ વખતે “કિંચિત્ વ્યતિક્રાન્તશૈશવ” હતા એમ જે કહ્યું છે તે બરાબર નથી લાગતું; કારણ કે પ્ર. ચ. પ્રમાણે હેમચન્દ્ર સં. ૧૧૪પ માં જન્મ્યા હોઈને વાદ વખતે ૩૬ વર્ષના હતા. આ દેવસૂરિની જન્માદિની સાલો પ્ર-ચ-માં નીચે પ્રમાણે આપી છે. જન્મ સં. ૧૧૪૩, દીક્ષા ૧૧૫૨, સૂરિપદ ૧૧૭૪ અને મરણ સં. ૧૨૨૬ ( જુએ . ૨૮૪, ૨૮૬) તપાગચ્છનીપટ્ટાવલીમાં પણ આ જ સાલો આપી છે, ( જુઓ જૈન ગુર્જર કવિઓ બીજે ભાગ ૫, ૭ ૧૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy