________________
ભેજ અને ભીમના પ્રબંધ
૧૪૫ પહેલાં તમે તમારે પક્ષ માંડે.” ત્યારે કુમુદચન્દ્ર રાજાને આશીર્વાદને નીચેનો શ્લોક કહ્યો –
(૩૪) જે આકાશની મહત્તા આગળ સૂર્ય આગીઆના પ્રકાશ જેવો લાગે છે, ચંદ્ર કરેળીઆના ઘર ઉપર ઘેળો ડાઘ હોય એ લાગે છે અને પર્વતો મસલાં જેવા જણાય છે, તે આકાશનું, આ પ્રમાણે નું વર્ણન કરતાં, હે રાજન, તમારા યશનું સ્મરણ થયું, એટલે તે તે આકાશ ભમરા જેવું લાગવા માંડયું અને (એથી મોટી બીજી વસ્તુ ન દેખાવાથી) વાણી બંધ થઈ ગઈ.
આ શ્લેકમાં “વાણી બંધ થઈ ગઈ” (વાવર્તતો મુદ્રિતાઃ ) એ અપશુકનના શબ્દો (હારવાથી વાણી બંધ થઈ જવાના ભાવિ સૂચક) પિતાને હાથે પિતાને બાંધી લેવા જેવા લાગવાથી સભ્યોને આનંદ થયો. પછી દેવાચાર્ય રાજાને નીચેને આશીર્વાદ આપે –
(૩૫) જે જિનશાસન સ્ત્રીઓને નિર્વાણનું પદ આપી શકે છે, જે શ્વેતાંબરની વધતી જતી કીર્તિથી મનહર લાગે છે, જેમાં નય માર્ગના સપ્ત ભંગી વિસ્તારની ખુબી ભરેલી છે અને જેમાં સામા પક્ષના ગર્વને જીતી લેનારા કેવળ જ્ઞાનીને પણ આહાર કરવાનું કહ્યું છે; તે જિનશાસન અને હે ચૌલુક્ય રાજા, (રાજ્ય પક્ષને બીજો અર્થ -જે રાજ્યમાં શત્રુઓને સુખનું ઠેકાણું નથી તથા વેત વસ્ત્ર જેવી કીર્તિના ફેલાવાથી જે મનહર લાગે છે અને જેમાં હમેશાં શત્રુઓના ગર્વને જીતી લે એવા બળવાન કોણ નથી ? (માણસો તો છે જ પણ હાથીઓયે છે.) તે રાય લાંબે વખત છો.૭૪
પછી વાદી કુમુદચંદ્ર કેવલ જ્ઞાનીનો આહાર, સ્ત્રીઓને નિર્વાણ, અને જન સાધુઓએ) વસ્ત્રો ન પહેરવાં જોઈએ એ ત્રણ મુદ્દાઓ વાળે પિતાને પક્ષ પારેવાં જેવી (ધીમી ધીમી) અને વચ્ચે તુટતી વાણીમાં શરૂ કર્યો, એ જોઇને સભ્યોએ બહારથી વખાણ કર્યા તથા ઉત્સાહ આ પણ અંદરથી તેની હાંસી કરી. કુમુદચઢે થોડે સુધી પિતાનો પક્ષ માંડયા પછી હવે તમે બોલો એમ દેવાચાર્યને કહ્યું. અને તેણે પ્રલયકાળના પ્રચંડ વાયુના બળથી ક્ષોભ પામેલા સમુદ્રના ઉછળતા તરંગે જેવી ગર્જના ' જ આ કના શબ્દોના બે અર્થ કરીને તથા શબ્દોને તોડીને દાખલા તરીકે ત્રીજી પંક્તિમાં વૃદ્ધિનો અને છે તો એ રીતે તથા સરાન્તિનો અને જવા શનિ નો એ રીતે બે અર્થ કરેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org