________________
૧૪૪
પ્રબંધ ચિંતામણી આ પ્રમાણે ભાષામાં (પક્ષ અને પ્રતિપક્ષના મતે) ઉત્તર લખાયા પછી વાદ માટે નક્કી થયેલા દિવસે અને સ્થળે શ્રી સિદ્ધરાજ તથા છ૭૩ દર્શને જાણનારા સભ્ય સભામાં આવ્યા પછી જેની આગળ જય કે(ડિડિમ) વાગે છે, ઉપર વેત છત્ર ધર્યું છે, પિતે પાલખીમાં બેઠા છે અને આગળ વાંસને છેડે પત્રો (જય પત્રો)ને દાબડે લટકે છે, એવા ઠાઠથી કુમુદચન્દ્રવાદી સિદ્ધરાજની સભામાં આવ્યો. અને રાજાએ માનથી આપેલા સિહાસન ઉપર બેઠા. ત્યારે શ્રીદેવસૂરિએ શ્રીહેમચન્દ્ર મુનિ સાથે સભાના એકજ સિંહાસનને શોભાવ્યું. પછી જાતે મોટી ઉમ્મરના એવા " કુમુદચન્દ્રવાદીએ હમણાંજ જેણે શૈશવ અવસ્થા પુરી કરી છે એવા શ્રી હેમચન્દ્રને “તમે છાશ પીધી?” (ત તi ) એમ પૂછ્યું ત્યારે શ્રી હેમચંદ્ર (લત શબ્દને અર્થ પીળું કરીને) “ઘડપણથી જેની બુદ્ધિ ચંચળ થઈ ગઈ છે એવા એ ડોસા આવું ખોટું શું બોલે છે ! છાશ તે પેળી હોય છે, પીળી તો હળદર હેય.” આ રીતે એને તિરસ્કાર કર્યો. પછી કુમુદચંદ્ર “ તમારા બેમાં કેણ વાદી છે?” એમ પૂછતાં, શ્રી દેવસૂરિએ “આ હેમચંદ્ર તમારો પ્રતિવાદી છે” એમ આ વાતનું નિરાકરણ થઈ જાય માટે જવાબ આપ્યો. એટલે કુમુદચન્ટે કહ્યું કે “આ બાળક સાથે મારો વૃદ્ધને વાદ કેમ ઘટે?” તેનું આ વચન સાંભળીને હેમચંદ્રે કહ્યું કે “હું જ માટે છું અને તમે કેડ ઉપર દોરો અને કપડું-લંગોટી પણ નથી વીંટતા માટે બાળક છે.” આ પ્રમાણેની તેઓની વિતંડાને રાજાએ અટકાવી. એટલે નીચે પ્રમાણે પરસ્પર કરાર થયે કે–જે વેતાંબર હારે તો તેઓએ દિગંબરપણું સ્વીકારવું, અને દિગંબરે હારે તે તેઓએ દેશ છોડી દે. આ પ્રમાણે નિર્ણય થઈને કરાર થયા પછી સ્વદેશને કલંક લાગવાથી હીતા, દેશને મહિમા વધે એવો પ્રયત્ન કરતા અને પિતાના કહેવા અનુવાદ કરીને પ્રતિવાદી લાભ લઇ જાય એમ ન થવા દેવા માગતા શ્રીદેવાચાર્યે કુમુદચન્દ્રને કહ્યું કે મંડળમાં એક ગણાતા. શૈ. હી. ઓઝા અક્ષપટવાધીશ એટલે આવક ખર્ચના હિસાબ રાખનાર, એમ કહે છે. (રાજપૂતાનેકા ઈતિહાસ નં.૧ પૃ. ૪૦૬ ટિ. ૩)
૭ છ દર્શને અર્થ બ્રાહ્મણ ધર્મનાં છ આસ્તિક દર્શને હોય તે (૧) ન્યાય (૨) વૈશેષિક (૩) સાંખ્ય (૪) વેગ (૫) પૂર્વ મીમાંસા (૬) અને ઉત્તરમીમાંસા એ પ્રમાણે છ ગણાય છે પણ જૈન સંપ્રદાયમાં હરિભદ્રના વદર્શન સમુચ્ચયમાં આપેલ (૧) બ્રાદ્ધ, (૨) ન્યાય (3) સાંખ્ય (૪) જૈન (૫) વૈશેષિક (૬) અને જૈમિનીય (પૂર્વ મીમાંસા ) હવાને વધારે સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org