________________
ભોજ અને ભીમના પ્રબંધ
૧૩૧
૩૦ એક વખત સિદ્ધરાજ માળવે જતા હતા ત્યારે કોઈ વેપારીએ સહસ્ત્રલિંગ જેવા ધર્મસ્થાનના ખરચમાં પોતાના તરફનો ભાગ રાખવાની માગણી કરી પણ રાજાએ તેની ના પાડી અને પોતે માળવે ગયા. એ પછી કેટલીક વખત જતાં રાજયના કોશમાં પૈસા ન હોવાથી સહસ્ત્રલિંગનું કામ ટાઢું પડયું છે એમ સાંભળીને તે વેપારીએ પોતાના પુત્ર પાસે કોઈ પૈસાદારની પુત્ર વધૂનું કાનનું ઘરેણું ચેરાવી તેના દંડ તરીકે ત્રણ લાખ આપ્યા. આથી એ કામ પૂરું થયું, એમ સાંભળીને માળવામાં ચોમાસું ગાળવા ઈચ્છતા રાજાને અવર્ણ આનંદ થયો. પછી ચોમાસામાં જ્યારે વરસાદે ખૂબ વરસીને પૃથ્વીને એક સમુદ્ર જેવી બનાવી દીધી ત્યારે વધામણી ખાવા, મંત્રીઓએ મોકલેલો એક મારવાડી રાજા આગળ લંબાણથી વરસાદ કે પ વગેરે વાત કરતા હતા, ત્યાં એ વખતે જ આવેલા એક ગુજરાતી ધૂર્ત માણસે “ સ્વામી, સહસ્ત્રલિંગ સરોવર ભરાઈ ગયું એની વધામણી છે. ” એમ તરત કહી દીધું અને આ વાક્ય સાંભળીને તરતજ રાજાએ પોતાના શરીર ઉપરનાં બધાં ઘરેણું, સીકાં ઉપર પડેલી બીલાડીને જો હોય તેમ, મારવાડી તેને જોતો રહ્યો, અને તે ગુજરાતીને આપી દીધાં.
૩૧ ચોમાસું ઉતર્યા પછી રાજાએ પાછા વળતાં શ્રીનગરમાં મુકામ કર્યો, ત્યાં તે શહેરનાં મંદિરો ઉપર ધજાઓ જોઈ એટલે “ આ કોનાં મદિર છે ?” એમ બ્રાહ્મણોને પૂછયું. તેઓએ “જેનેનાં તથા બ્રહ્માનાં છે ” એમ કહ્યું. એટલે રાજાએ ક્રોધમાં આવીને કહ્યું કે “ ગુજરાતમાં જૈન મંદિર ઉપર ધજા ચડાવવાની મેં મના કરી છે અને આ તમારા ગામમાં જૈન મંદિરો ધજા વાળાં કેમ છે ?” ત્યારે તેઓએ વિનતિ કરી કે “ આપ સાંભળે, વાત એમ છે કે સત્ય યુગમાં જ્યારે મહાદેવે આ મેટા ( તીર્થ) સ્થાનની સ્થાપના કરી ત્યારે શ્રી ઋષભદેવ સ્વામીનું, તથા શ્રી બ્રહ્માનું એ બે મંદિરે પિતેજ કરાવ્યાં, અને તે ઉપર ધજા ચડાવી. તે આ મંદિરને પુણ્યશાળી માણસને હાથે જીર્ણોદ્ધાર થતાં થતાં ચાર યુગો વહી ગયા. વળી શ્રી શત્રુંજય મહાગિરિને આ નગર તળ પ્રદેશ ગણાય છે. કારણ કે નગર પુરાણમાં કહ્યું છે કે
(૧૭) (શેત્રુજાની) મૂળ આગળની ભૂમિને પચાસ યોજન વિસ્તાર, ઉપરની ભૂમિને દશ યોજન અને ઉંચાઈ આઠ જન એ પ્રમાણે જિનેશ્વરના પર્વત (શેત્રુજા)નું ક્ષેત્રફળ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org