________________
ભેજ અને ભીમના પ્રબંધે
૧૧૫ હાયેલી મયણલ્લ દેવીને એ હલકી સ્ત્રીને વેષ હેરાવી કર્ણ પાસે એકાંતમાં મોકલી દીધી, અને કર્ણ તેને ઓળખ્યા વગર પિતાનું પ્રેમપાત્ર માનીને સપ્રેમ ભોગવી. પરિણામે મયણલદેવીને ગર્ભ રહ્યો. મયણલ્લાદેવીએ એકાંતમાં મળતી વખતે સંકેત બતાવવા માટે રાજાની આંગળીમાંથી તેના નામવાળી વીંટી કાઢી લઈને પિતાની આંગળીયે પહેરી લીધી હતી. પછી સવારે પિતાના હલકા વર્તનથી કર્ણને પશ્ચાતાપ થયો, અને તેથી પ્રાણ તજી દેવા સુધી તૈયાર થયેલા રાજાએ એ બાબત (પ્રાયશ્ચિત ) નું શાસ્ત્ર જાણનારાઓને પિતાના ખરાબ કામનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. ત્યારે તેઓએ તપાવેલી ત્રાંબાની પુતળીને ભેટવું” એમ પ્રાયશ્ચિત્ત બતાવ્યું. એટલે રાજા તે પ્રમાણે કરવા તૈયાર થતાં મુંજાલ મંત્રીએ સાચી વાત કહી દીધી.
૬ ( ઉપર કહેલા સંબંધમાંથી મયણલ્લાદેવીને ) શુભ લગ્નમાં જન્મેલા તે પુત્રનું રાજાએ જયસિંહ નામ પાડયું, ત્રણ વર્ષને આ બાળકુમાર થયે ત્યારે એક દિવસ પિતાના ભાઈબંધ સાથે રમતાં રમતાં સિંહાસન ઉપર બેસી ગયો. જેવીઓએ એજ વખતે અભ્યદય કરે એવું સારું મુહૂર્ત હોવાનું કહેવાથી રાજાએ તેજ ટાણે તે પુત્રને રાજ્યાભિષેક કર્યો. સં. ૧૧૫૦ ના વર્ષમાં પિષ વદી ત્રીજ ને શનિવારે વૃષ લગ્ન અને શ્રવણ નક્ષત્રમાં સિદ્ધરાજનો રાજ્યાભિષેક થયો૧૫
૭ પછી કર્ણ જાતે આશાપલ્લીમાં વસતા આશા ભીલ નામના ૧૫ આ છઠો પ્રબંધ જિ. ગણિના કુ. પ્રબંધમાં તથા ચા. ગણિના કુમારપાળ ચરિતમાં ઉપર પ્રમાણે જ છે. જયસિંહ ત્રણ વર્ષનો હતો ત્યારે તેને રાજ્યાભિષેક થયો એમ જિ. ગણિ કહે છે, અને ચા. ગણિ જયસિંહ આઠ વર્ષ થયા ત્યારે તેને રાજ્યાભિષેક થયો એમ કહે છે. ( જુઓ કુ. ચ. સ. ૧ વ. લે. ર૭) પણ દ્વયાશ્રયમાં હેમચંદ્ર જયસિંહ જુવાનોમાં આવ્યો (સ-૧૧ લો. પ૭) એમ વર્ણન કર્યા પછી કણે તેને રાજય સંભાળવા કહ્યું એ રીતે વર્ણન કરે છે. (સ-૧૧ . ૭૧, ૭૨ )
૧૬ આ આશાપલ્લી કે આશાવલ ગામ અમદાવાદની સામે, નદીને બીજે કાંઠે હાલ જ્યાં કોચરબ પાલડી ગામ છે ત્યાં હેવું જોઇએ એમ કે છરબા દેવીના ઉલ્લેખથી લાગે છે. પણ આ સાતમા કટકામાં ઘણું અસ્પષ્ટ રહે છે. અને પાછળની માહીતી ગુંચવાડે વધારે છે. નામ સાદૃશ્યથી અસારવાને આશાવલ ધારવાની ઘણું લેખકોએ ભુલ કરી છે. પણ અમદાવાદ અને તેનાં પરાંઓ વિષે મળી આવી તેટલી માહિતી એકઠી કરનાર શ્રી. રત્નમણિરાવ તે નિર્ણય કરે છે કે સાબરમતીને જે કાંઠે અમદાવાદ છે. તે કાંઠેજ આશાવલ હતું, આશાવલ એજ કર્ણાવતી, અને પાછળથી બેય નામને પ્રચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org