________________
૧૧૪
પ્રબંધ ચિંતામણી આ રીતે મેટી આપત્તિ આવી પડેલી જોઈને શ્રી કણે માતાની ભક્તિને લીધે તેની સાથે લગ્ન કર્યું પણ પછી તેના ઉપર નજર પણ ન કરી.૧૩
૫ પછી એક વખત કઇક હલકી સ્ત્રી તરફ કર્ણને આકર્ષણ થયું છે૧૪ એમ કંચુકી પાસેથી મુંજાલ મંત્રીને ખબર પડતાં, તેણે ઋતુ પછી
૧૩ મયણલ્લાદેવીનાં કર્ણ સાથે કેવી રીતે લગ્ન થયાં તે સંબંધી ઉપરના વર્ણનમાં દંતકથાને જે અંશ છે તે બાદ કરતાં બાકીની હકીક્ત નીચેના ફેરફાર સાથે ઐતિહાસિક હવાને સંભવ છે. પ્ર-ચિં. જેને કર્ણાટકના રાજ કહે છે તે મયણલ્લદેવીના બાપ તથા દાદા આના કાદંબવંશના રાજા હતા. મયણલદેવીનો બાપ જયકેશી કલ્યાણના ચાલુક્ય રાજા ત્રિભુવનમદ્ઘ વિક્રમાદિત્ય ( જેના આશ્રિત કવિ બિહણે વિક્રમાંક ચરિત લખ્યું છે ) ને મિત્ર હતે. ( જુઓ વિક્રમાંક દેવ ચરિત સ. ૫) અને વિક્રમાદિત્યે પોતાની પુત્રી મલ્લામ મહાદેવીને આ જયકેશી સાથે પરણાવી હતી. ( જુઓ Journal of the B, B. R. A. Society vol IX તથા દક્ષિણ પૂર્વ સમયને ઈતિહાસ પૃ. ૧૩૭) આ કાદમ્બવંશના લેખે ઉપરથી આ જયકેશી તે શઠીલ દેવ કે છત્ર (ગોઆના કાદમ્બવંશના બીજા રાજા) નો પુત્ર જયકેશી પહેલો હો જોઈએ. કારણ કે એને શક સં. ૯૭૪ ( વિ. સં. ૧૧૦૮ ) નો લેખ મળે છે, ( જુઓ Fleet's Kanarese Dynasties 91 ) એમ મુંબઈ ગેઝટીઅરમાં તર્ક છે ( જુઓ Vol 1 Part I p170 1, 5).
હેમચ દયાશ્રયમાં દક્ષિણના ચંદ્રપુરના કાદંબ રાજા જયકેશીની પુત્રી મયણલ્લાદેવી કર્ણને તેની છબી જઈને વરી એમ લખ્યું છે. અને આ ચંદ્રપુર તે દક્ષિણમાં ઉત્તર કાનડામાં ગોકર્ણ પાસે આવેલું ચાંદવડ હોવું જોઇએ, એમ મુંબઈ ગેઝીટીના ગુજરાતના ઈતિહાસના લેખક તર્ક કરે છે. ( એજન પૃ. ૧૭૧ ટિ. ૧ ) પણ ફલીટ કાનડી રાજવંશને ઈતિહાસ લખતાં બેલગામ જીલ્લાનું ચાંદગડગામ ધારે છે. (જુઓ મુંબઈ ગેઝટીઅરમાં ઝં. ૧ ભા. ૨ પ. ૫૬૮) એ વધારે સંભવિત લાગે છે. મીનળદેવી કર્ણને વરવા, જાતે પાટણ આવી હતી એમ તે હેમચંદ્ર પણ કહે છે. હેમચ કે મયણલદેવીને કપી નથી કહી પણ રૂપાળી કહી છે.
કર્ણની રાણીઓમાં જયા નામની એક કર્ણાટરાજાની પુત્રી હતી (સ, ૧. ૧. લો. ૩૮ ) અને પછી કાશમીરના રાજાની પુત્રી મીનળદેવી [સ. ૧, ૨, લે. ૧]. બીજી રાણી થઈ એમ ચારિત્ર સુંદર ગણિ કહે છે તે તો ગડબડ લાગે છે.
૧૪ મયણલદેવી તરફ કર્ણ જે તે પણું ન હતું અને કોઈ અધમ સ્ત્રી તરફ આકર્ષાયો હતો અને મુંજાલમંત્રી એ યુક્તિથી તે હલકી સ્ત્રીને બદલે મચણહિલ દેવીને એકલી વગેરે વાત દ્વયાશ્રમમાં નથી પણ જિનમંડન ગણિએ (પૃ.૪) તથા ચારિત્ર સુંદર ગણિએ પ્ર-ચિં-ને અનુસરીને લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org