________________
ભેજ અને ભીમના પ્રબંધ ઉડી નગરની બહાર ગયા અને એક થાંભલે બેડી તેની નીચે. ખેરના અંગારાના તાપ વાળા કુંડ બનાવ્ય; પિતે થાંભલા ઉપર લટકતા સીંકામાં બેઠા અને પછી સૂર્યની સ્તુતિ રચવા માંડી અને આ સ્તુતિનું એક એક કાવ્ય પુરૂં થતાં સીંકાને એક એક ભાગ કાપી નાખવા માંડયોઆ રીતે પાંચ કાવ્ય પુરાં થયાં ત્યાં સોંકાની પાંચ દેરી કપાઈ ગઈ અને એક છઠ્ઠી દોરી ઉપર સીધું લટકી રહ્યું. પણ સૂર્યસ્તુતિનો છઠ્ઠો મલેક કહેતાં સૂર્યનાં પ્રત્યક્ષ દર્શન થયાં અને તેના પ્રસાદથી તરતજ શુદ્ધ સોના જેવી કાયા થઈ ગઈ. બીજે દિવસે પીળું ચન્દન શરીરે લગાવી ધોળાં દિવ્ય કપડાં પહેરી તે સભામાં ગયા; ત્યારે તેના શરીરનું આરોગ્ય રાજા જોતા હતા ત્યાં મયૂરે “સૂર્યના વરદાનનું ફળ છે” એમ કહ્યું. આ સાંભળી બાણે બાણ જેવું મર્મભેદી વચન કહ્યું કે “જે દેવતાનું આરાધન સહેલું છે તે તમે પણ કાંઇક એ ચમત્કાર કરી બતાવો.” એટલે મયૂરે જવાબ આપ્યો કે “નીરોગી હેય એને વૈદ્યનું શું કામ છતાં તમારું વચન સત્ય પાડવા મારા હાથ અને પગ છરીથી કાપી નાખી, તમે તે છ9 કાવ્ય સૂર્યને સંતુષ્ટ કર્યા પણ હું તે પહેલા જ કાવ્યને છટ્ટે અક્ષરે ભવાનીને સંતુષ્ટ કરીશ.” આ રીતે પ્રતિજ્ઞા કરી સુખાસનમાં બેસીને ચંડિકાના મંદિરના પાછલા ભાગમાં જઈને બેઠા અને “મા મસ્ત્રિમ” એ રીતે પહેલા લોકો છઠ્ઠો અક્ષર પૂરો બેલાતાં ચંડીએ પ્રત્યક્ષ દર્શન આપી કૃપા કરી, એટલે તરત જ તેનું શરીર પહેલાં જેવું થઈ. ગયું. અને ચંડીનું મંદિર તેની સામે ફરી ગયું. એ વખતે સામે આવેલા ભેજ રાજા વગેરે રાજ લેકેએ મોટો જયજયકાર કર્યો, પછી મોટા ઠાઠથી મયુર પંડિતે નગરમાં પ્રવેશ કર્યો૪૧
૩૦ ઉપર પ્રસંગ બન્યા ત્યારે મિથાદષ્ટિવાળાઓ (બ્રાહ્મણ ધઓ) ના શાસનનો વિજય થતે જોઈને, સમ્યગ્દર્શન (જૈન ધર્મ)ને દેવ કરનારાં રાજપનાં કેટલાંક મોટા માણસોએ રાજાને કહ્યું કે જે જે
૪૬ આ બાણમયરના પ્રબંધમાં મેરૂતુંગે કેટલોક ગોટાળે કર્યો છે. બાણની સ્ત્રીએ પિતાના ભાઈ (પ્રભાવક ચરિત પ્રમાણે પિતા ) મયુરને શાપ આપ્યો અને મયૂરને તેથી કોઢ નીકળે જે તેણે કરેલો સૂર્યસ્તુતિથી મટય અને પછી બાણે ચંડીની
તુતિ કરી એ રીતે પ્રસિદ્ધ કથા છે. પ્રભાવચરિતમાં તથા રનમંદિર ગણુના ભેજ પ્રબંધ ( અધિકાર છો ) માં એ રીતે જ આપી છે. વળી મયુરનું રચેલું સૂર્ય શતક મળે છે જે કાવ્યમાળામાં પ્રસિદ્ધ થયું છે અને બાણનું રચેલું ચંડીશતક પણ કાવ્યમાળામાં છપાયું છે, છતાં મેરૂતુંગે કેમ ઉaટાં નામ લખ્યાં હશે? બેટી ચાદદાસ્ત ઉપરથી લખ્યું હોવાનો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org