________________
સક૯૫ ઉદ્ભવ
મૃત્યુની ચાદર ઓઢીને, સદામાટે આંખ મીંચી ગએલ ભાઈ દુર્લભજીના દુઃખદ અવસાને, આધાત અને વ્યાકુળતાથી, મૂઢ બનેલ હૃદય અને મનની શૂન્યમનસ્ક સ્થિતિ અતિ મૂંઝવણ ભરી અને અસહ્યા હતી. તે વસમા આઘાતેના અવઘાતમાં પણ તત્ત્વજ્ઞાનના પ્રકાશે પ્રગટેલી સાચી સમજણના સંકલ્પબળે, સ્વર્ગસ્થની પ્રીતિ અને સ્મૃતિને ભાવભરી અંજલિ આપવા માટે, અને સ્વર્ગસ્થની મહત્તા સાચવવા માટે, કાંઈક ધર્મકાર્ય કરવું જોઈએ તેવી સબળ ભાવના જાગૃત્ત થતાં, તે સમયે શ્રી રવીન્દ્ર સાગરજી મહારાજની સાન્નિધ્યમાં સપ્તતિશત સ્થાનકની વિચારણા ચાલુ હતી. તેથી તે સ્થાને અભ્યાસ કરી, પુસ્તક રૂપે લખીને, સ્વર્ગસ્થને અર્પણ કરીને, સ્વર્ગસ્થને સ્નેહભાવ સાચવવાને દઢ સંકલ્પ કર્યો અને સંકલ્પ પ્રમાણે કાર્ય થયું.
તે દરમિયાન ભાઈ મૂળચંદ તથા ભાઈ શાંતિલાલે આ પુસ્તક પ્રકાશનની સઘળી જવાબદારીને સહર્ષ સ્વીકાર કરવાથી, દિલને ઉત્સાહ અને કાર્યને વેગ મળવાથી સંકલ્પ પ્રમાણે લખાણનું કામ પૂરું થઈ શકયું છે.
સ્વર્ગસ્થના કુટુંબી જને અને મારા ભાણેજ શાહ શાન્તિલાલ નાગરદાસના નિસંકેચ રીતે મળેલ સહકારના પીઠબળથી અને શ્રી રવીન્દ્રસાગર મહારાજની રસપોષક પ્રેરણાવડે મારે આ ધર્મ-સંકલ્પ સિદ્ધ થઈ શક્યો છે. આ સંકલ્પ સિદ્ધિમાં અપાવિક રીતે સહાયક બનેલ સવકેઈને હૃદયપૂર્વક આભાર માનું છું.
લેખક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org