________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ર૯ ૨૦ વિહરમાન ભગવંતના પત્નીઓના નામ અનુક્રમે (૧) રૂકમણી (૨) પ્રિયમંગલા (3) મોહિની (૪) કિં પુરુષા (૫) જયસેના (૬) પ્રિય સેના (૭) જયવંતી (૮) વિજયા (૯) નંદસેન (૧૦) વિમલા (૧૧) વિજયવતી (૧૨) લીલાવતી (૧૩) સુગંધા (૧૪) ગંધસેના (૧૫) ભદ્રાવતી (૧૬) મહિની (૧૭) રાજસેના (૧૮) સુરિકાન્તા (૧૯) પદ્માવતી (૨૦) રત્નમાળા.
૨૦ વિહરમાન ભગવતના લંછન અનુક્રમે (૧) વૃષભ (૨) ગજ (૩) મૃગ (૪) કપિ (૫) ભાનુ (૬) શશી (૭) સિંહ (૮) ગજ (૯) ચંદ્ર (૧૦) ભાનુ (૧૧) શંખ (૧૨) વૃષભ (૧૩) કમળ (૧૪) કમળ (૧૫) શશી (૧૬) સૂર્ય (૧૭) વૃષભ (૧૮) ગજ (૧૯) ચંદ્ર (૨૦) વરિતક. પાઠાંતર: (૧૧) વૃષભ.
ર૦ વિહરમાન ભગવંતના વિજયના નામો અનુક્રમે ૧-૫-૨-૧૩ અને ૧૭માં ભગવાનના વિજયનું નામ પુષ્કલાવતી; ૨-૬-૧૦-૧૪ અને ૧૮ ભગવાનના વિજયનું નામ વપ્રા; ૩–૭–૧૧–૧૫ અને ૧૯ મા ભગવાનના વિજયનું નામ વત્સા અને ૪–૮–૧૨–૧૬ અને ૨૦મા ભગવાનના વિજયનું નામ નલિનાવતી છે.
* ૨૦ વિહરમાન ભગવતિની નગરીના નામો અનુક્રમે ૧-૫–૯–૧૩ અને ૧૭માં ભગવાનની નગરી પુંડરીકિણું છે; ૨-૬-૧૦-૧૪ અને ૧૮માં ભગવાનની નગરીનું નામ વિજયા છે, ૩-૭-૧૧-૧૫ અને ૧૯ મા ભગવાનની નેગેરીનું નામ સુશીમાપુર છે; ૪-૮-૧૨-૧૬ અને ૨૦ મા ભગવાનની નગરીનું નામ અયોધ્યા છે.
પાઠાંતરઃ ૪-૮-૧૨-૧૬ અને ૨૦ મા ભગવાનની નગરી વીતશેકા. વિશે વિહરમાન તીર્થકર ભગવંતનું ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય છે. દરેક ભગવાનનું દેહમાન ૫૦૦ ધનુષ્ય છે. અરિહંત પદના શ્રેષ્ટ ૧૨ ગુણે અલંકૃત બેધામૃત દ્વારા ત્રસ્ત પ્રાણીઓના અંતરપટ પર ચડેલાં બહિર્ભાવના પટો દૂર કરીને બોધી બીજના દાન દ્વારા પ્રાણીઓના આમ દારિદ્રનું નિવારણ કરતાં વિચરી રહ્યા છે. સીમંધર સ્વામીને ૮૪ ગણધર છે. બીજો ભાગવાનોના ગણધરોની સંખ્યા મળી નથી. આગમસાર સંગ્રહ ભાગ પાંચમાં દરેક ભગવંતના ચોરાશી ચોરાશી ગણધર દર્શાવેલાં છે.
નીચેના સ્થાને વિશે વિહરમાન ભગવંતોના સ્થાને સરખા છે દેહવર્ણ-કંચન, આયુષ્ય-૮૪ લાખ પૂર્વ, દેહમાન-૫૦૦ ધનુષ્ય, અતિશય-૩૪, વાણીગુણ-- ઉ૫, પ્રાતિહાર્ય–૮, કેવળી સંખ્યા-૧૦ લાખ, સાધુ સંખ્યા-૧૦૦ કેડ, જન્મ-શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ ભગવાનના આંતરે, દીક્ષા-શ્રી મુનીસુવ્રતસ્વામી અને શ્રીનેમિનાથ ભગવાનને આંતરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org