________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૭ ઉત્કટ તથા જધન્ય કાળે શ્રી તીર્થકર ભગવંતોની સંખ્યા કસ્મભૂમિહિં કમ્મભૂમિહિ પઢમ સંધયણિ ઉક્રોસય સત્તરિસર્યા
જિણવરણ વિહરંત લઈ
નવ કડી હિં કેવલિણ કેડી સહસ નવ સાહુ ગમ્મઈ સંપઈ જિણવર વીસ મુણિ બિહુ કડહિ વરનાણુ સમણુહ કડી સહસ દુઆ થુણિજઈ નિચ વિહાણ
(જગચિંતામણી-૨) કર્મભૂમિ ક્ષેત્રમાં પ્રથમ સંધયણવાળા ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થકર ભગવંતો વિચરતા હોય છે. અને સંપ્રતિકાળે વીસ તીર્થકર ભગવંતો વિચરી રહ્યા છે. ઉત્કૃષ્ટ કાળે સદ્ધર્મ પ્રવર્તક ૧૭૦ ધર્મોપદેશક ભગવંતે વિચરતા હતાં ત્યારે તેઓના સાધુ પરિવારમાં નવ કોડ કેવળ-જ્ઞાની સાધુ ભગવંતો હતાં અને ૯ હજાર કેડ મેક્ષ-માર્ગ સાધક સાધુ મુનિ મહારાજ સંયમ ધર્મનું પાલન કરવાં વિચરતા હતાં. હાલ સંપ્રતિકાળ મહાવિદેહ ક્ષેત્રોમાં પુરુષોમાં સિંહસમાન મહાધમનાયક પરમ ચેતના ચિકિત્સક ૨૦ તીર્થકર ભગવંતો વિદ્યમાન પણે વિચરી રહ્યાં છે, જેઓના સાધુ પરિવારમાં બેકોડ કેવળ જ્ઞાની ભગવતે બે હજાર ક્રોડ સાધુ ભગવંતો પૃથ્વી તળને પાવન કરતાં વિચરી રહ્યાં છે.
દરેક તીર્થકર ભગવંતનું સંધયણ વજષભ નારા હોય છે. હાડપિંજરની રચનારૂપ સંધયણના છ પ્રકાર કહ્યા છે :
" (૧) વજઋષભ નારાચ (૨) ઋષભ નારાચ (૩) નારાચ (૪) અર્ધનારાચ (૫) કલિકા (૬) છેદપૃષ્ટછેદપૃષ્ટ (છેવટ્ટ) સેવા.
સંધયણ-હાડકાની રચના. વા-ખીલી. ઋષભ-પાટો. નારાચ-મર્કટબંધ. અર્ધનારા અર્ધ મટબંધ, કીલકા-એકલી ખીલી. છેદપૃષ્ટઅડેલા છેડા.
પ્રથમ સ ધયણ ખૂબ જ મજબૂત અને તાકાતવાળું હોય છે. બાકીના સંધયણે અનુક્રમે મજબુતાઈ અને બળમાં ઊતરતી કક્ષાના હોય છે...?
પ્રથમ સંધાણધારી તીર્થકર ભગવંતે ૧૫ કર્મભૂમિના ૧૭૦ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટકાળે ૧૭૦ની સંખ્યામાં વિચરતા હોય છે.
પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય મળી ૧૭૦ ક્ષેત્રમાં એકસાથે ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ ધર્મચક્રવતી ધર્મનાયક ભગવંતે વિચરતા હોય છે. ૧૬ શ્યામ, ૩૮ લીલા ૫૦ ઉજવળ, ૩૦ રક્ત, ૩૬ જુવર્ણરંગી એ રીતે પાંચ વર્ણને દેહ ધરાવતા ૧૭૦ તીર્થકર ભગવંતો ઉત્કૃષ્ટ કાળે વિચરતા હોય છે.
શ્રી અજીતનાથ ભગવાનને શાસનકાળ એ ઉત્કૃષ્ટ કાળ હતો, તે કાળે એકીસાથે ૧૭૦ ભગવતે પૃથ્વી તળને પાવન કરતાં વિચરી રહ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org