________________
જિનેશ્વર દેવ શ્રી અરિહંત પરમાત્માની
વિદ્યમાનતાનો કાળ
અરિહંત ભગવંતે હેવાના કાળ આરક ઉત્સર્પિણી કાળમાં અરિહંત ભગવંતે ત્રીજા આરામાં અને ચોથા આરાની શરૂઆતમાં હોય છે. અવસર્પિણી કાળમાં અરિહંત ભગવંતે ત્રીજા આરાના અંતે અને ચોથા આરાના સમસ્ત કાળમાં હોય છે. ચોથા આરાના ભાવ જેવા જ ભાવ જ્યાં સદાકાળ એક સરખા પ્રવર્તે છે તે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર દવે સદાકાળ હોય છે.
ઉત્સર્પિણી કાળના છેલ્લા તીર્થકર ભગવાનથી અવસર્પિણી કાળના પેલા તીર્થકર ભગવંતને અંતરકાળ સામાન્ય રીતે ૧૮ કટોકટી સાગરોપમ હોય છે અને અવસર્પિણી કાળના છેલ્લા તીર્થંકરથી ઉસર્પિણી કાળના પેલા તીર્થકર ભગવંતનો અંતરકાળ સામાન્ય રીતે ૮૪૦૦૦ વરસ હોય છે. શ્રી મહાવીર ભગવાનથી શ્રી પદ્મનાભ ભગવાનને અંતરકાળ ૮૪૦૦૭ વરસ અને પાંચ માસ છે તે નીચેની વીગતે છે:
શ્રી મહાવીર ભગવાન ચોથા આરાના ૩ વરસ ૮ માસ શેષકાળે મેક્ષે ગયા અને આવતી ચોવીશીના શ્રી પદ્મનાભ ભગવાન ત્રીજા આરાના ૩ વરસ ૮ માસ ગયે જન્મ પામશે. એટલે ૫-૬-૧-૨ એમ ચાર આરાના ૮૪૦૦૦ વરસ અને ૩ વરસ ૮ માસ ચેથા આરાને શેષકાળ અને આગામી ત્રીજા આરાની શરૂઆતના ૩ વરસ ૮ માસ મળી ૮૪૦૦૭ વરસ અને પાંચ માસ જાણવા.
તીર્થકર ભગવતેના ઉત્પત્તિક્ષેત્રો પુખરવરદી વઢું ઘાયઈ, સંડે અ જખુ દવે અ’
ભરફેરવાય વિદેહે, ધમ્માઈગરે નમંસાયિ છે પુખરવરદી – ૧ તિછલકના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોમાં અઢી દ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. તે પછીના દ્વીપ અને સમુદ્રોમાં મનુષ્યના જન્મ અને મરણ નીપજતાં નથી. એટલે લોકનાથ તીર્થંકર ભગવંતે એ અઢી દ્વીપ (મલેક )માં જ ઉત્પન્ન થાય છે. અઢી દ્વીપમાં ૧૫ કર્મભૂમિ ક્ષેત્ર, ૩૦ અકર્મભૂમિ ક્ષેત્ર અને પ૬ અંતરદ્વીપ ક્ષેત્ર મળી મનુષ્યોના ૧૦૧ ક્ષેત્ર છે. અસી, મસી અને કૃષિના વ્યાપારે જ્યાં વર્તતા હોય છે તે કર્મભૂમિ ક્ષેત્ર કહેવાય છે અને અસી, મસી અને કૃષિના વ્યાપારે જ્યાં વર્તતા નથી અને દેહ જરૂરિયાતને આધાર કલ્પવૃક્ષ યાચના પર આધારિત છે, તે ક્ષેત્રો અકર્મભૂમિ ક્ષેત્રો કહેવાય છે. જિ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org