________________
૨૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન છે. ત્યાંના યુગલિકોનું દેહમાન ઉત્કૃષ્ટ ૮૦૦ ધનુષ્ય પ્રમાણે હોય છે. આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું હોય છે અને આહારની ઈરછા એકાંતરા થાય છે. શિશુ ઉછેર કાળ ૭૯ દિવસનો હોય છે. યુગલિક ક્ષેત્રોમાં યુગલિક કલ્પવૃક્ષ પાસેથી યાચના દ્વારા આહાર આઢિ ઉપયોગી બધી વસ્તુઓ મેળવે છે કારણકે તે ક્ષેત્રોમાં અસિ-મસિ-કૃષિના વ્યાપારો હોતા નથી. તે ક્ષેત્રોમાં ૧૦ પ્રકારના કપ–વૃક્ષો હોય છે, તે વૃક્ષો પાસેથી યુગલિકે યાચના દ્વારા આહાર આદિ મેળવે છે.
યુગલિક ક્ષેત્રમાં રહેલા ૧૦ પ્રકારના કલ્પવૃક્ષોના નામ (૧) મનંગ (૨) ભુત્તાંગ (૩) ત્રુટિક (૪) દિપાંગ (૫) જ્યોતિંગ (૬) ચિત્રાંગ (૭) ચિત્રરસ (૮) મચ્છંગ (૯) ગૃહાકાર (૧૦) અણિયસ.
ભરત તથા એરવત ક્ષેત્રમાં આ ક૯પવૃક્ષે અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંત સુધી હોય છે.
કાળચક્ર અને આરા જે ક્ષેત્રોમાં ચડતે અને પડતો કાળ એટલે બદલાતા ભાવોવાળો કાળ પ્રવર્તે છે તે કાળને અનુક્રમે ઉત્સપિણી અને અવસર્પિણી કાળ કહેવાય છે. એક કાળચક્રના તે બે ભાગ છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળને છ-છ વિભાગ હોય છે જેને આરક કહેવાય છે.
ઉત્સર્પિણી કાળ ( ચડતાકાળીને છ આરાના નામ અને કાળમાનઃ ૧ દુષમ દુષમ-૨૧૦૦૦ વર્ષ પ્રમાણ (૨) દુષમ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણ (૩) દુષમ-સુષમ ૪૨૦૦૦ વર્ષમ્યુન એક કટોકટી સાગરોપમ પ્રમાણ (૪) સુષમ-દુષમ બે કટાકટી સાગરોપમ પ્રમાણ (૫) સુષમ–ત્રણ કેટકેટી સાગરોપમ પ્રમાણ (૬) સુષમ-સુષમ ચાર કટાકેટી સાગરોપમ પ્રમાણુ.
અવસર્પિણ (ઊતરતા કાળ)ના છ આરા અને કાળમાન: (૧) સુષમ-સુષમ-ચાર કોટાકોટી સાગરોપમ પ્રમાણ (૨) સુષમ ત્રણ કટાકોટી સાગરોપમ પ્રમાણ (૩) સુષમ-દુષમ બે કટાકેદી સાગરોપમ પ્રમાણુ (૪) દુષમ-સુષમ ૪૨૦૦૦ વર્ષન્યુન એક કટાકોટી સાગરોપમ પ્રમાણ (૫) દુષમ-૨૧૦૦૦ વર્ષ પ્રમાણ (૬) દુષમ-દુષમ-૨૧૦૦૦ વર્ષ પ્રમાણુ-વમાન કાળે હુંડા અવસર્પિણી કાળમાં ૨૧૦૦૦ વર્ષ પ્રમાણને દુષમ નામનો પાંચમો આરક ચાલુ છે, વહી રહેલ છે.
એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી કાળ મળી એક કાળચક થાય છે. જે કાળચકની કાળમર્યાદા ૨૦ કટોકટી સાગરની હોય છે. કાળચક્રમાં ૨૧૦૦૦ વર્ષની કાળ મર્યાદાના જે ચાર આરા આવે છે તે કાળ કાળચક્રની કાળ મર્યાદા પાસે અતિ અલ્પકાળ છે. વિકાસની ચરમસીમા પછી પડતા કાળની છેલ્લી કક્ષા સમાન કાળચકની આ ઊતરતી રેખા છે, તેથી પાંચમા તથા છઠ્ઠા આરાના સદાકાળ સમાન ભાવે વર્તતા ક્ષેત્ર નથી. જેમ પેલા, બીજા, ત્રીજા અને ચોથા આરાના સદાકાળ સમાન ભાવે વર્તતા ક્ષેત્રે અઢીદ્વીપમાં છે તે રીતે પાંચમાં અને છઠ્ઠા આરાના સદાકાળ સમાન ભાવે વર્તતા ક્ષેત્રે અઢીદ્વીપમાં નથી કારણ કે તે પડતા કાળની ચરમ રેખા સમાન છે. પેલા, બીજા અને ત્રીજા આરાના સદાકાળ રામાન ભાવ યુગલિક ક્ષેત્રે (અકર્મ ભૂમિ)માં વર્તે છે, જ્યારે ચોથા આરાના સદાકાળ સમાન ભાવ પાંચ મહાવિદેહ ક્ષેત્ર (કર્મભૂમિ)માં વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org