________________
૨૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
જધન્ય, મધ્ય અને ઉત્કૃષ્ટના પરિસ યુક્ત અને સ્વનામ વડે અસંખ્યાત અને અનંતના નવ નવ ભેદ દર્શાવેલા છે
અસંખ્યાત સંબંધી જધન્ય યુક્ત અસંખ્યાત નામના ચોથા અસંખ્યાતાની સંખ્યા જેટલા જ એક આવલિકાના સમય હોય છે. મધ્યમ અસંખ્યાત અસંખ્યાતનામના આઠમાં અસંખ્યાતાની સંખ્યા પ્રમાણની જગતમાં નીચેની દસ વરતુઓ હોય છે ?
(૧) કાકાશના પ્રદેશે (૨) એકજીવના પ્રદેશ (૩) ધર્માસ્તિકાયના પ્રદેશ (૪) અધર્મા સ્તિકાયના પ્રદેશ (૫) સ્થિતિ બંધના અધ્યવસાયના સ્થાનો (૬) અનુભાગ બંધના અધ્યવસાયે સ્થાનો (૭) ત્રણે યોગના અવિભાજ્ય ભાગો (૮) એક કાળ ચક્રના સમયે (૯) પ્રત્યેક શરીરી જીવા (૧૦) અનંતકાય જીવના શરીરો.
ઉપર દર્શાવેલ દસ વસ્તુઓ આઠમા પ્રકારના અસંખ્યાત પ્રમાણે અસંખ્યાતી છે. એટલે આ દસે વસ્તુ આઠમાં પ્રકારના અસંખ્યાતમાં સમાવેશ પામે છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે. કે આઠમું અસંખ્યાતું અસંખ્યાત પ્રકારનું છે એટલે આઠમાં અસંખ્યાતના અસંખ્યાત પ્રકારમાંથી ગમે તે એક પ્રકારમાં કે બીજા પ્રકારમાં ઉપરોક્ત દેશે વસ્તુઓનો સમાવેશ થાય છે.
અનંતના નવ પ્રકાર અનંતના પણ અસંખ્યાત પ્રમાણે નવ પ્રકાર છે તે નીચે મુજબ :
(૧) જધન્ય પરિત્ત અનંતું (૨) મધ્યમપરિત્ત અનંતું (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અનંતું (૪) જધન્ય યુક્ત અનતું (૫) મધ્યમ યુક્ત અનંતું (૬) ઉત્કૃષ્ટ યુક્ત અનંતું (૭) જધન્ય અનંત અનંતું (૮) મધ્યમ અનંત અનંતું (૯) ઉત્કૃષ્ટ અનંત અનંતુ.
અનંતાને નવા પ્રકાર ઉત્કૃષ્ટ અનંત અનંતુ જે છે તે વ્યવહારમાં ક્યાંય પણ ઉપયોગમાં આવતો જ નથી. ફક્ત કમ મુજબ નવમો પ્રકાર હોવાથી દર્શાવાયેલ છે. અલકાકાશના પ્રદેશ અને ત્રણે કાળના સમયે આઠમા અનંતમાં સમાવેશ પામે છે. નવમા અનંતની સંખ્યાના પ્રમાણની કઈ વસ્તુ લોકાલોકમાં નહીં હોવાથી અનંતાનો નવમે પ્રકાર કામમાં આવતો નથી.
અનંત સંબંધી જધન્ય યુક્ત અનંતનામના ચોથા અનંત પ્રમાણ અભવ્ય જુવો આ વિશ્વમાં છે. મધ્યમ યુક્ત અનંત નામના પાંચમા અનંત પ્રમાણુ સિધ્ધના જીવે છે. મધ્યમ અનંત અનંત નામના આઠમા અનંત પ્રમાણ નીચે દર્શાવેલી સાત વસ્તુઓ છે :
| (૧) વનસ્પતિ કાયના જીવ (૨) નાગેદના છ (3) સર્વ જીવો (૪) અલકાકાશના પ્રદેશ (૫) ત્રણે કાળના સમયે (૬) પુદ્ગલના પરમાણુઓ (૭) કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યાયા. આ સાત વસ્તુ આઠમા અનંતના અનંત પ્રકારમાંથી કેઈપણ પ્રકારમાં સમાવેશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org