________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૧ ૨. સુમિ ઉધાર પલ્યોપમ–ઉપર દર્શાવેલ વાળના પ્રત્યેક ટુટાના અસંખ્ય અસંખ્ય ભાગ કપ
સમયે સમયે વાળના ટુકડાનો એક એક અંશ ભાગ કાઢતાં કુવો ખાલી થતાં સુધીનું જે કાળમાન થાય તે સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ કાળ કહેવાય. ૩. બાદર અધ્ધા પાપમ ઉપર દર્શાવેલ માપ પ્રમાણના પત્યમાં સાત દિવસના જમેલા યુગલિકના એક વાળના સાત વાર આઠ આઠ ટુકડા કરી પલ્ય ઠાંસી ઠાંસીને ભરવો કે જેને ચક્રવતીની સેના અગ્નિ કે જલ અસર ન કરી શકે. (એક વાળના સાતવાર આઠ આઠ ટુકડા કરતાં તેના કલ ર૦૯૭૧૫૨ વીસ લાખ સત્તાણું હજાર એકસે અને બાવન ટુકડી થાય.) તે પલ્યમાંથી સો – સે વરસે એક એક ટુકડે કાઢતાં પલ્ય જ્યારે ખાલી થાય તેટલું કાળમાન તે બાદર અધા પપમ કહેવાય છે. ૪. સુક્ષમ અધ્ધા પલ્યોપમ-ઉપર બાદર અધ્ધા પલ્યોપમમાં દર્શાવેલ પ્રત્યેક ટુકડાઓના અસંખ્ય
અસંખ્ય ભાગ કપી સે – સે વરસે એક એક ભાગ કાઢતાં પલ્ય ખાલી થતાં સુધીનું જે કાળમાન તે. ૫. બાદર ક્ષેત્ર પલ્યોપમઉપરના કુવામાં જે વાળના ટુકડા ભર્યા છે અને તે ટુકડાઓ જે આકાશ
પ્રદેશને ફરસે છે તે આકાશ પ્રદેશને સમયે સમયે એક એક કાઢતાં જે કાળમાન થાય તે.. ૬. સુક્ષમ ક્ષેત્ર પલ્યોપમ-ઉપરના વાળના ખંડના અસંખ્ય ભાગ કલ્પી તે ખંડ જે આકાશ પ્રદેશને ફરસ્યા હોય તે અને ન ફરસ્યા હોય તેવા તે દરેક આકાશ પ્રદેશને સમયે સમયે એક એક કાઢતાં જે કાળમાન થાય તે.
ઉપર દર્શાવેલા છ પ્રકારના પલ્યોપમના દસ કટાકેટી પલ્યોપમે તે – તે પ્રકારના સાગરોપમ થાય છે. સાગરોપમના પ્રકારો પણ પલ્યોપમ પ્રમાણે છે પ્રકારના અને તેજ નામના છે. ' ચોથા સુક્ષમ અધા પોપમ અને સાગરોપમથી દે અને નારકીના જીવોની આયુષ્યની સ્થિતિ મપાય છે અને તે રીતે દર્શાવાયેલા આયુષ્યસ્થિતિના કાળમાનમાં એક સમયને પણ ફરક પડતો નથી. કાળના માપ એટલા ચોક્કસ દર્શાવેલા હોય છે કે કટોકટી સાગરોપમના કાળમાપથી બતાવેલા દર્શાવાયેલા ( આરા) અરકના કાળમાપમાં એક સમયની પણ વધઘટ હોતી નથી. એટલે અસંખ્ય કાળના કે અનંત કાળના માપ તે અટકળ કે અનુમાનરૂપ નથી પણ ચોક્કસ માપ છે. જેમાં સંખ્યાત એ એક્કસ માપ છે તેમ અસંખ્ય અને અનંત પણ ચોક્કસ માપ છે. ચાર ગાઉના કુવામાં નિચિંત વાળના ટુકડા ભરવા અને સમયે સમયે કે સો સે વરસે એક એક કાઢવાની કલ્પના એ કઈ હમ્બગ કલ્પના નથી પણ તે રીતે તે કાળમાન બને છે, માટે તે રીતે જણાવેલ છે.
અસંખ્યાતના નવ પ્રકાર (૧) જધન્ય પરિત અસંખ્યાતું (૨) મધ્યમ પરિત અસંખ્યાતું (૩) ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતું (૪) જધન્ય યુક્ત અસંખ્યાતું (૫) મધ્યમ યુક્ત અસંખ્યાતું (૬) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતું (૭) જધન્ય અસંખ્યાત અસંખ્યાતું (૮) મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ (૯) ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org